ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા રાજકોટની રોબીન પ્રોસીઝન પ્રોડકટસ પ્રા.લી. સાથે મિકેનીકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ, વિઝીટ અને પ્રોજેકટ ઈન્ટર્નશીપ અંગે એમઓયુ કરાયું હતું. જેના થકી હવે ગાર્ડી વિદ્યાપીઠ સંલગ્ન બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મિકેનીકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને ઘણા ફાયદાઓ થશે.
આ અંગે ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહે જણાવ્યું હતું કે, આજના સમયમાં એન્જીનિયરીંગ જેવા ટેકનીકલ અભ્યાસક્રમ માટે કલાસરૂમના શિક્ષણની સાથે સાથે પ્રેકટીકલ અને ઈન્ડસ્ટ્રીઝમાં જે પ્રકારે કામ થતું હોય તેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવું આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે. આ બાબતમાં ગાર્ડી વિદ્યાપીઠ હંમેશા પ્રેકટીકલ ટ્રેનીંગ અને સ્કીલ એનહાન્સમેન્ટનું હિમાયતી રહ્યું છે. ગત માસમાં જામનગરની સુજાતા બ્રાસ કમ્પોનન્ટ પ્રા.લી.સાથે એમઓયુ બાદ તાજેતરમાં રાજકોટના મેટોડા સ્થિત જાણીતી રોબીન પ્રીસીઝન પ્રોડકટ પ્રા.લી. સાથે પણ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ વિઝીટ અને ફાઈનલ વર્ષ અને પ્રી-ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને પ્રોજેકટ ઈન્ટર્નશીપ પણ અહીં અપાય તે અંગે એમઓયુ કરાયું છે.
આ એમઓયુ માટે સંસ્થાના વાઈસ ચેરમેન કિરણ શાહ સાથે બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના એમસીએ ડિપાર્ટમેન્ટના હેડ ડો.વૈભવ ગાંધી, મિકેનીકલ ડિપાર્ટમેન્ટ હેડ પ્રો.પ્રિયાંક ઝવેરી અને પ્રો.આશીષ કાવર સાથે રોબીન પ્રોસીઝન પ્રોડકટસ પ્રા.લી.ના સીએમડી રમેશભાઈ વોરા અને પ્રોડકશન ડિપાર્ટમેન્ટના હેડ ધારા રામૈયા હાજર રહ્યા હતા. આ એમઓયુની સફળ કામગીરી બદલ સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને એકઝીકયુટીવ ટ્રસ્ટી સૌરભ શાહ દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.