શિક્ષકોના પેન્શન સહિતના પ્રશ્ને જંતર મંતર ખાતે દેશભરના શિક્ષકો ધરણા યોજશે
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરની સૂચના અન્વયે પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તારીખ ૫ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિનના દિવસે જંતર મંતર દિલ્હી ખાતે ધરણા કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેતૃત્વ તળે મોરબી જિલ્લાના શિક્ષકો દિલ્હી જવા રવાના થયા છે.
અખિલ ભારતીય પ્રાથમીક શિક્ષક સંઘના આદેશથી સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં પણ સરકાર દ્વારા સમાન કામ સમાન વેતનનું પાલન થતું નથી, ૧ એપ્રિલ ૨૦૦૫ પછીના કર્મચારીઓને પેનશનનો લાભ બંધ કરી સરકારે નવી વર્ધિત પેન્શન યોજના દાખલ કરી નિવૃત્તિ બાદનું કર્મચારી નું જીવન પેન્શન વિના અસલામત બનાવી દીધેલ છે આવા પ્રશ્નો જેમકે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા,પેરા ટીચરને પૂર્ણ પગાર આપવો(ફિક્સ પગારી ભરતી બંધ કરી સમાન કામ સમાન વેતન ને લાગુ કરવા માટે),શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવી, રાષ્ટ્રિય શિક્ષા આયોગની રચના કરવી જેવા પ્રશ્નોના નિરાકરણ માટે ૨૧ ઓગસ્ટના રોજ ભારતના તમામ રાજ્યના તમામ જીલ્લાઓમાં રાષ્ટ્રપતિ,વડાપ્રધાન,રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા પ્રા.શી.સંઘ દ્વારા આવેદન આપેલ હતું.
ત્યાર બાદ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ ભારતના તમામ રાજ્યોમાં રાજ્ય કક્ષાએ ધરણા કાર્યક્રમ કરેલ છતાં પણ સરકાર તરફથી આ બાબતે પરિણામજનક કાર્યવાહી ન થતા ૫ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિનના રોજ ભારતના તમામ રાજ્યોના નક્કી કરેલ ટાર્ગેટ મુજબની સંખ્યામાં શિક્ષકો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેતૃત્વ તળે જંતર મંતર દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર સમક્ષ ઘરણા કરી માનનીય રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીને આ પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર આપશે.
આ ધરણામાં જોડાવા માટે જિલ્લા પ્રા.શી.સંઘ મોરબીની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ શૈલેષભાઇ સાણજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ જાકા સાહેબ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા,ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ કાવર અને વીરમભાઈ દેસાઈ, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ પ્રવીણભાઈ ધોળું,ચતુરભાઈ પાટડીયા,નીતિનભાઈ,ગૌરાંગભાઈ અને શિક્ષણ નો ભેખ ધરનાર કલાભાઇ દિલ્લી જવા પ્રસ્થાન કર્યું છે.