Abtak Media Google News

Teacher’s day 2024: ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ સાથે આપણા દેશની મહાન પરંપરામાં ગુરુઓનું ઘણું મહત્વ છે. તેમજ સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવે છે. તેમજ પ્રાચીન કાળમાં જ્યારે બાળકો ગુરુકુળમાં જતા ત્યારે તેઓ સંપૂર્ણ શિક્ષણ મેળવીને જ ઘરે પાછા ફરતા હતા. આ સાથે શિક્ષણ પૂર્ણ થયા પછી ગુરુને દક્ષિણા આપવાની પણ પરંપરા હતી.આ ઉપરાંત ભારતની મહાન ધરતી પર ભગવાને પણ અનેક અવતાર લીધા છે. ભગવાન કૃષ્ણ અને માનવ સ્વરૂપે અવતરેલા ભગવાન રામ પણ શિક્ષણ મેળવવા માટે ગુરુની શરણ આવ્યા હતા. ગુરુ-શિષ્યના સંબંધની 1 ખૂબ જ લોકપ્રિય વાર્તા ભગવાન કૃષ્ણ અને તેમના ગુરુ સાંદીપનિ ઋષિ સાથે સંબંધિત છે.

કેવી રીતે ભગવાન કૃષ્ણએ ગુરુ સાંદીપનિને ગુરુ દક્ષિણા આપી

ભગવાન કૃષ્ણનું શિક્ષણ પૂરું થયું હતું. ત્યારે ગુરુ દક્ષિણા આપવાનો વારો આવ્યો હતો. ત્યારે ભગવાન કૃષ્ણએ ગુરુ સાંદીપનિને દક્ષિણા વિશે પૂછ્યું તો તેમણે ના પાડી હતી. પરંતુ ગુરુ સાંદીપનિની પત્ની જાણતી હતી કે કૃષ્ણ કોઈ સામાન્ય માનવી નથી પણ તે વિષ્ણુનો અવતાર છે. આવી સ્થિતિમાં ગુરુ માતાએ ભગવાન કૃષ્ણ પાસે વિશેષ માંગણી કરી હતી. ગુરુ માતાએ કહ્યું કે શંખાસુર નામનો રાક્ષસ મારા પુત્રને લઈ ગયો છે. તેને પાછો લઈ આવવાનો છે.
ગુરુ માતાની અનુમતિ મળ્યા પછી ભગવાન કૃષ્ણ તેમના પુત્રની શોધમાં નીકળ્યા. ત્યારે તેમને ખબર પડી કે શંખાસુર સમુદ્રમાં રહે છે. તેમજ સમુદ્રના દેવતાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે રાક્ષસ શંખના રૂપમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખાસુરનો વધ કર્યો પણ ગુરુ સાંદીપનિનો પુત્ર મળ્યો નહિ. આ પછી શ્રી કૃષ્ણ શંખાસુરના શરીરમાંથી શંખ લઈને યમલોક પહોંચ્યા બાદ ભગવાન કૃષ્ણે યમલોકમાં યમરાજને આખી વાત કહી. ત્યારપછી યમરાજે ગુરુ સાંદીપનિના મૃત પુત્રને ભગવાન કૃષ્ણને પરત કર્યો. અને ભગવાન કૃષ્ણ તેમને જીવતા લઈને ગુરુકુળ પહોંચ્યા અને ગુરુ માતાને સોંપી દીધા.

પંચજન્ય શંખ સમુદ્રમાં જ મળી આવ્યો હતો

P

 

ભગવાન કૃષ્ણએ રાક્ષસ શંખાસુરને મારી નાખ્યો હતો અને તેના ગુરુના પુત્ર પંચજન્યને પાછો લાવ્યો હતો. આ ગુરુનો પુત્ર પંચજન્ય શંખમાં રહેતો હતો. રાક્ષસનો વધ કર્યા પછી શંખ શ્રી કૃષ્ણ પાસે આવ્યો. તેમજ આ 1 પંચજન્ય શંખ હતો જેનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો. તેમજ કોઈપણ યુદ્ધ પહેલા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પંચજન્ય શંખ ફૂંકતા હતા ત્યારે શત્રુ સેના અવાજ સાંભળીને ભયભીત થઈ જતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.