Teacher’s Day 2024 : દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને આદરના ચિહ્ન તરીકે ભેટ આપે છે અને શુભેચ્છાઓ અને સંદેશાઓ પણ મોકલે છે. પણ શું તમે જાણો છો કે શિક્ષક દિવસ માત્ર 5 સપ્ટેમ્બરેના રોજ જ કેમ ઉજવવામાં આવે છે.
Teacher’s Day 2024 : ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે. 5મી સપ્ટેમ્બર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક, ફિલોસોફર અને વિચારક હતા.
ડો. રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તિરુટ્ટનીમાં થયો હતો. તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં ફિલસૂફીના પ્રોફેસર હતા અને શિક્ષણ ક્ષેત્રે ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી હતી. તેઓ તેમના વિદ્યાર્થીઓને ખૂબ પસંદ કરતા હતા અને તેમને જીવનના મહત્વપૂર્ણ ગુણો શીખવતા હતા.
શા માટે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે?
1962 માં જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા. ત્યારે તેમના કેટલાક વિશેષ વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવવાની પરવાનગી મેળવવા માટે તેમનો સંપર્ક કર્યો. આ અંગે ડો.રાધાક્રિષ્નને કહ્યું કે તેમનો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તેઓ વધુ સન્માનની લાગણી અનુભવશે. ત્યારથી 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શિક્ષક દિવસનું મહત્વ
શિક્ષક દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોના મહત્વપૂર્ણ યોગદાનને ઓળખવાનો અને તેમની મહેનત, બલિદાન અને નિઃસ્વાર્થ સેવાનું સન્માન કરવાનો છે. શિક્ષકો બાળકોને માત્ર જ્ઞાન જ નથી આપતા પણ તેમના ચારિત્ર્ય ઘડતરમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બાળકો માટે આદર્શ છે અને તેમનું જીવન વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ દિવસ માત્ર શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક નથી પણ વિદ્યાર્થીઓ માટે તેમના જીવનમાં શિક્ષકો કેટલા મહત્વપૂર્ણ છે તે સમજવાની તક પણ છે.
શિક્ષક દિવસ 2024 ની થીમ
2024 માં શિક્ષક દિવસની થીમ ‘ટકાઉ ભવિષ્ય માટે શિક્ષકોનું સશક્તિકરણ’ છે. આ થીમ જવાબદાર અને સભાન નાગરિકોના વિકાસમાં શિક્ષકોની વધતી ભૂમિકા પર ભાર મૂકે છે.
શિક્ષક દિવસના ફેમસ વિચારો
“ભગવાન આપણા બધાની અંદર રહે છે, અનુભવે છે અને પીડાય છે, અને સમય જતાં તેમના ગુણ, શાણપણ, સુંદરતા અને પ્રેમ આપણા દરેકમાં પ્રગટ થશે.” – ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણ
“પુસ્તકો એ માધ્યમ છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બાંધી શકીએ છીએ.” – ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણ
“જીવવા માટે હું મારા પિતાનો ઋણી છું, પરંતુ સારી રીતે જીવવા માટે મારા શિક્ષકનો” – એલેક્ઝાંડર ધ ગ્રેટ