ગ્રેડ-પેનો પ્રશ્ર્ન ઉકેલાતા શિક્ષકોએ વૃક્ષો વાવ્યા
ગુજરાતના પ્રા.શાળાના ૨૦૧૦ પછીની ભરતીવાળા શિક્ષકોને નવ વરસે મળતો પે ગ્રેડ ૪૨૦૦ માંથી ૨૮૦૦ કર્યો હતો. આ બાબતને લઈને ગુજરાતના પાંસઠ હજાર જેટલા શિક્ષકોમાં નારાજગી વ્યાપી હતી. જેને લઈને સોશ્યલ મીડિયામાં શાંતિપૂર્ણ અને શિક્ષકને શોભે એવી રીતે આંદોલન છેડાયું હતું. સરકાર દ્વારા સંવાદ સાધી અને શિક્ષકોના સવાલનું નિરાકરણ કર્યુ હતું. શિક્ષકો સરકાર સામે લડત પણ આપી શકે પરંતુ એમની લડત પણ સમાજને ફાયદાકારક બની શકે. આ લડતનો અંત આવતા જ તમામ શિક્ષકો દ્વારા નકકી થયું હતું કે તમામ શિક્ષકો આ વાતને એક એક વૃક્ષ વાવી અને વધાવશે. આ અંતર્ગત તમામ શિક્ષકોએ પોતાની શાળા અથવા ગામમાં યોગ્ય જગ્યા પર એક-એક ઝાડ વાવ્યુ હતું. એટલે જ ચાણ્કયએ કીધું છે ’ શિક્ષક કભી સાધારણ નહીં હોતા’.