અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશન ડિજીટલ ઇકવિલાઇઝર પ્રોગ્રામ દ્વારા નગર પ્રાથમીક શિક્ષણ સમીતી રાજકોટના સહયોગથી જે.જે.પાઠક પ્રાથમીક શાળા નં.૧૯ માં મિશન પ્લાસ્ટીક રીસાયકલીંગ વિશે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં તજજ્ઞો દ્વારા પ્લાસ્ટિક કેવી રીતે બનાવવામાં આવે છે. તેના પ્રકારો, ભારતના પ્લાસ્ટિક કચરાની સમસ્યા પ્લાસ્ટિક દરિયાઇ જીવનને કેવી રીતે નુકશાન કરે છે. તેના મેનેજમેન્ટ માટે તેનું વર્ગીકરણ શા માટે જરુરી છે અને તેનો ઉકેલ એક નાગરીક તરીકે કેવી રીતે લાવી શકાય છે. વગેરેની સમાજ આપી હતી. અને તાલીમનો ઉદ્દેશ્ય શિક્ષકો દ્વારા બાળકો જાગૃતિ લાવવાનો હતો.
આ તાલીમમાં ૩૦ શાળાઓના કુલ ૩૦ શિક્ષકોએ હાજરી આપી હતી તેનો લાભ લીધો હતો આ તાલીમને સફળ બનાવવા માટે ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને શાસનાધિકારી દેવદત પંડયા સહકાર મળ્યો હતો.
ડીજીજલઇકવીલાઇઝર પ્રોગ્રામના પ્રોજેકટ મેનેજર શંકર શર્મા, રીઝનલ ઓફીસર હાર્દિક સોનછાત્રા ટ્રેનર ચંદુભાઇ રાઠોડ, દિપાલીબેન ઠાકર તથા સ્ટાફ મિત્રો અને શાળા નં. ૧૯ ના સ્ટાફના સહયોગથી આ તાલીમ સફળ રહી હતી.