લીંબડીના કઠેચી ગામની પ્રાથમિક શાળા સેનેટાઇઝિંગ કરાઇ: વિદ્યાર્થીઓના પરિણામ માટે અમદાવાદથી આવ્યા’ તા
અમદાવાદના અંજલી ચાર રસ્તા, વાસણા વિસ્તારમા રહેતા અને લીંબડી તાલુકાની નાની કઠેચી, કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકાને કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને લીંબડી તાલુકાના નાની કઠેચી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકા ધ્વનીબેન પંડયાને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને મહિલા શિક્ષિકાની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા ગત તા.૩૦ એપ્રિલ અને તા.ર મે ના રોજ અમદાવાદથી નાની કઠેચી શાળામાં વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા અંગેની કામગીરી માટે આવ્યા હતા. પરંતુ કોઈ જ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા નહોતા અને બપોર સુધી શાળામાં રોકાયા હતા.
આ ઉપરાંત મહિલા શિક્ષિકાના પતિ હર્ષીદભાઈ શુકલ પોતે પણ આ શાળામાં ફરજ બજાવે છે અને તેઓ પણ સાથે આવ્યા હતા પરંતુ તેઓને કોઈ જ લક્ષણો ન જણાતાં રિપોર્ટ કરવામાં આવ્યો નહોતો. જ્યારે પ્રાથમિક તપાસમાં શિક્ષક દંપતીના પરિવારમાં મહિલા શિક્ષિકાના સસરાને પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આ બનાવ બાદ આરોગ્યતંત્ર સફાળું જાગ્યું હતું અને વધુ તપાસ સહિત ચેકીંગ હાથ ધર્યું હતું.
હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લા માં અન્ય ગામો માંથી અપડાઉન કરતા કર્મચારીઓ ને રોકવામાં નહિ આવે તો જિલ્લા માં કોરોના સંક્રમણ નો ખતરો હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી એક જિલ્લા માટે સારી બાબત ગણી શકાય છે અને જે પોઝીટીવ કેસ સામે આવ્યો હતો તેનો રિપોર્ટ નેગેટીવ આવતા અત્યારે જિલ્લામાં એક પણ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નથી ત્યારે જિલ્લામાં આગામી સમયમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાય નહી તે માટે તંત્રને વિવિધ આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને એક સપ્તાહમાં જિલ્લામાં અમદાવાદ તરફથી આવતા સરકારી કર્મચારીઓને પોઝિટિવ કેસો આવવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે થી આવતા આઇસીઆઇસીઆઇ બેન્ક ના કેશિયરને પોઝિટિવ કેસ આવતા જિલ્લાના ૧૩૮ જણાને હોમ કોરનટાઇમ કરવામાં આવ્યા હતા.