સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શિક્ષકોનું સન્માન
શિક્ષક એ સાચા શિલ્પીકાર છે, બાળકોમાં સંસ્કારના પ્રાણ પુરવાનું કામ શિક્ષકો કરે છે. તેમ પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાએ જણાવ્યું હતું. ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મ દિવસ – શિક્ષક દિવસને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર દ્વારા યોજવામાં આવેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં પંચાયત રાજયમંત્રી જયંતિભાઇ કવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે શિલ્પીકાર પથ્રમાંી ભગવાનની મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે તેમ શિક્ષકો પણ બાળકોના ઘડતર માટે જ્ઞાન રૂપી શિક્ષણ આપી શિલ્પીકારની ભૂમિકા ભજવી બાળકના સાચા ઘડતરનું કામ કરે છે.
મંત્રી જયંતિભાઇ કવાડીયા તેમજ ઉપસ્તિ મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાએ ચમારજ પે સેન્ટર શાળાના શિક્ષકશ્રી દિનેશભાઇ રાઠોડ તા પે શાળા નં.૭ના શિક્ષકશ્રી રમેશચંદ્ર મૂળીયાને જયારે
પ્રામિક વિભાગમાં તાલુકાકક્ષાએ કંારીયા પે શાળાના શિક્ષકશ્રી પરાક્રમસિંહ જી. રાણા, ભલગામડા પ્રામિક શાળાના શ્રી પ્રવિણભાઇ રેળીયા અને રળોલ પે સેન્ટર શાળાના શિક્ષકશ્રી હરીઓમગીરી ગોસ્વામીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાકુંજ યોજના અંતર્ગત જસમતપુર, કે.જી.બી.વી. સાપર અને ચિરોડા-ઠાંગાના બે- બે વિર્દ્યાીઓને મંત્રીશ્રીના હસ્તે ટેબલેટ અર્પણ કરવામાં આવેલ હતાં. આ પ્રસંગે સાંસદશ્રી શંકરભાઇ વેગડે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે. જે બાળકને આપવાનું કાર્ય શિક્ષકો આપે છે.
તેમણે વિર્દ્યાથીઓને શિક્ષણ આપવાની સો સો વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપે તે માટે આહવાન કર્યું હતું.