‘મિશ ઇગ્લીશ’નામનું સુંદર પુસ્તક પણ તૈયાર કર્યું
કોરોના સંક્રમણમાં હાલ જયારે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ બંધ ન રહે તેવા હેતુથી યુ ટયુબ એજયુકેશન સફરના માઘ્યમથી ઘેર બેઠા જ બાળકોને અંગ્રેજી વિષયનું સરળ અને રસપ્રદ શિક્ષણ આપવા રાજકોટમાં શિક્ષક જેઠવા સાહેબે કમર કસી છે.
હાલમાં કોરોના મહામારીને કારણે સમગ્ર રાજયમાં ઘણા મહિનાઓથી શિક્ષણ કાર્ય બંધ છે. આવા સંજોગોમાં વિઘાર્થીઓ અને યુવાન ભાઇઓ-બહેનો પોતાનો નવરાશનો સમય મોબાઇલ પર વિતાવતા હોય છે. આ બાબતને ઘ્યાનમાં રાખી રાજકોટની સરદાર પટેલ વિઘામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જેઠવા યુ-ટયુબ પર ગુગલની એજયુ. સફર એપમાં જોડાઇ શૈક્ષણિક કારકીર્દીમાં સૌ કોઇને ઉપયોગી એવી અને વર્ષોથી અધરી લાગતી અંગ્રેજી ભાષા સરળતાથી અને રસપ્રદ રીતે શીખી શકે તે માટે ૧૪૦ ટશમયજ્ઞ તૈયાર કર્યા છે.
આજે છેલ્લા ચાર મહિનાથી શાળા-કોલેજ બંધ છે ત્યારે નવરાશના સમયમાં સૌ કોઇ ઓનલાઇન દ્વારા ઉપયોગી એવી અંગ્રેજી ભાષા શીખી રહ્યા છે. અને શૈક્ષણિક કારકીર્દીમાં પોતાનું ઉજજવળ ભવિષ્ય સાકાર કરી રહ્યા છે.
આજે ગુજરાતમાં ૧પ૦ થી પણ વધારે શાળાના બાળકો ઘર બેઠા ઓનલાઇનથી અંગ્રેજી ભાષા શીખી રહ્યા છે.
એક શિક્ષક ધારે તો પોતાના અનુભવ અને જ્ઞાન દ્વારા કોરોનાની મહામારીમાં જયારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે ત્યારે ઘર બેઠા નવરાશના સમયનો કેવી રીતે સર્જનાત્મક ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ જેઠવા સાહેબે પુરુ પાડેલ છે યુ-ટયુબ એજયુ. સફરના વિડીઓની સાથે સાથે જેઠવા સાહેબે અંગ્રેજી શીખવા માટે વધારાના સ્ટડી મટીરીયલ તરીકે મિશન ઇગ્લીશ નામનું સુંદર પુસ્તક પણ તૈયાર કર્યુ છે.