આજના યુગમાં દરેક બાળક પોતાની જીદ પૂર્ણ કરવા કોઈપણ રસ્તો અપનાવતો હોય છે. ત્યારે તેને પોતાની મનગમતી વસ્તુ ખરીદે પછી મજા આવતી હોય છે. ત્યારે માતા-પિતા પણ પોતાના સંતાનો જીદ પૂર્ણ કરી દેતા જ હોય છે. ત્યારે ક્યારેક જો બાળક જીદ કરતાં શીખી જાય તો પછી તેને સાચાં રસ્તા પર જતાં ભૂલી જતાં હોય છે. ત્યારે તેને પછી ધીરે-ધીરે પૈસાની મહત્વતા ભૂલી જતાં હોય છે. ત્યારે દરેક માતા-પિતાએ બાળપણથી જ તેને આ પૈસાની મહત્વતા સામે જીવનની સ્પષ્ટતા સમજાવી જોઈએ. તો દરેક બાળક જીદ કરે ક્યારેક તે પહેલાં અવશ્ય આ વાત સમજી શકશે.
તો આજે આ અમુક સરળ નુસખા તમારા બાળકને સમજાવી શકશે પૈસાની અગત્યતા જેનાથી તેનું જીવન બની શકે છે એકદમ શ્રેષ્ટ.
સૌ પ્રથમ દરેક બાળકને તેના બાળપણમાં જ એક પૈસાનો ગુલ્લો આપો. તેને સમજાવો કે દરેક રૂપિયાનો કઈ રીતે બચાવ કરી તેને ત્યારબાદ કઈ રીતે વાપરી શકે. આ પૈસાનો ગુલ્લો દરેક બાળકને સમજાવશે કે એક રૂપિયાથી કઈ રીતે થઈ શકે જીવનમાં પૈસાનો શુભારંભ. અને રૂપિયા વધુ હોય કે ઓછા તેનું મૂળી સમજવાથી બનશે તમારું જીવન ખાસ.
દરેક બાળકને પોતાના રોજિંદા જીવનમાં અનેક રમત રમતા જોવા મળે છે ત્યારે તેને તે રમત થકી અલગ રીતે સમજાવો પૈસાની મહત્વતા કારણ તેના થકી તે બનાવી શકશે પોતાના જીવનને એકદમ સુરક્ષિત. બાળકો રમકડાંના ખૂબ શૌખીન હોય છે તો તે રમકડાં ખરીદતા પહેલાં તેના અલગ-અલગ દ્રષ્ટાંતથી કરાવો દરેક રમકડાંની પૈસા સાથે તેનું મૂલ્ય. તે બતાવી શકશે તમારા બાળકને દરેક પૈસાની મહત્વતા. દરેક બાળક નાનપણથી અનેક વસ્તુમાં ખૂબ જ રસથી કામ કરતાં હોય છે, ત્યારે દરેક માતા-પિતાએ પોતે આ બધી વસ્તુનું ધ્યાન લઈ તેને નાના-નાના સરવાળા રમતાં રમતાં કરવાં જોઈએ જેથી તેને રમત સાથે પૈસાની કિમત થતી જાય. બાળક પર ગુસ્સો કરવા કરતાં તેના નાના-નાના ખર્ચા અથવા તો તેને પોતાનું એક વોલેટ આપી તેમાં પૈસા સાચવી અને વાપરે ત્યારે તેની જાતેજ ગણતરી કરે તેવું સમજાવો.
ત્યારે દરેક વસ્તુ સાથે તેને અલગ-અલગ ઉદાહરણ અને દાખલા વળે તેને પૈસાની અગત્યતા સમજાવો જેના થકી તે કરશે બાળપણથી જ પૈસાની અલગ ઓળખ અને મહત્વતા અને કરશે તે પછી વિચારી પૈસાનો ઉપયોગ અને કરશે દરેક પૈસાનો બચાવ.