લડાઇ ઝઘડો તો દરેક સંબંધમાં થાય છે. કોઇ કેટલું પણ શાંત હોય પરંતુ અમુક સમય પછી બગાવત થાય જ છે. અને પાર્ટનર પણ ગુસ્સાવાળો હોય તો બંનેમાં વાત-વાત પર ઝઘડો થવો એ સંભવ છે. પરંતુ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને એનું પણ છે પત્ની, પ્રેમી, પ્રેમિકાના સંબંધ દુનિયાનાં સૌથી સુંદર સંબંધોમાંના એક છે. જ્યારે સંબંધોમાં નિષ્તેજ આવી જાય તો બંને વિચારવા લાગે છે. શું કરવાથી સંબંધો ફરી તાજા થાય….! પાર્ટનરને ખુશ કરવોએ કોઇ મુશ્કેલ કામ નથી. ઘર અને જીંદગીમાં ખુશી ઇચ્છતા હો તો આટલું કરવાથી પાર્ટનરને ખુશી આપો…..
સાથે સમય પસાર કરો….જવાબદારીઓ સાથે મુશ્કેલીઓ પણ આવે છે પરંતુ તેને સમય આપણો જરુરી છે. સંબંધોમાં પણ તણાવને દૂર કરવા એક બીજા સાથે સમય વિતાવવો જરુરી છે. એક બીજાને સંભાળવા તેના નાના-નાના કામની પણ ગણના કરવી, વખાણ કરવા, જેનાથી સ્ટ્રેસ, દૂર થાય છે. અને ગુસ્સાને પણ શાંત કરવાનો સૌથી સારો ઉપાય છે. કેટલીય વાર લોકો પોતાના અહમના કારણે પાર્ટનરનેએ પણ નથી કહી શકતા કે તેને કઇ વાત ગમે છે અને કઇ વાત નથી ગમતી…
કોઇ અન્ય વ્યક્તિની સામે ઝઘડો ન કરો….
પાર્ટનરની કોઇ વાતની ગુસ્સો આવ્યો છે તો બધાની સામે તે બોલો, આનાથી વાત વધુ વણસવાનાં ચાન્સ રહેલાં છે એકલા હો ત્યારે વાત કરો અને મુશ્કેલી આપો આપ હલ થઇ જશે.
ગીફ્ટ આપો.
કોઇ પણ ખાસ દિવસ વગર દિવસને ખાસ બનાવવા એકબીજાને ગીફ્ટ આપો. ઓ ગીફ્ટ એક ફુલ કે લેટર પણ હોઇ શકે છે. તમારા મનમાં જે પણ વાત હોય બધુ સરસ લખી નાખો અને જુઓ સંબંધોમાં કેવી મીઠાશ પ્રવર્તે છે.