ગરમીમાં બાળકોમાં ડીહાઈડ્રેશન થવાનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે. ખાવામાં કંઈક આવી જાય તો પણ બાળકોને ઝાડા-ઊલ્ટીના ચાન્સ વધી જાય છે જેના કારણે શરીરમાંથી પાણી ઘટી જતાં ડીહાઈડ્રેશન થાય છે.
આવા સમયે આપણે બાળકોને ઈલેક્ટ્રોલાઈટ પાઉડરવાળું પીણું પીવડાવીએ છીએ. તેના બદલે એપલનો જ્યુસ પીવડાવવામાં આવે તો બાળકોમાં જલ્દી રિકવરી આવે છે. કેનેડાની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે બાળકને ફૂડ ઈન્ફેક્શન હોવાના કારણે ડીહાઈડ્રેશન થયું હોય અને ડાયરેક્ટ ઈન્ટ્રાવિનસ ફ્લૂઈડ ચઢાવવા છતાં ફર્ક ન પડતો હોય તો એપલનો જ્યુસ પીવડાવો. જ્યુસમાં અડધોઅડધ પાણી મિક્સ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com