કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં દરરોજ સાંજે 6 વાગે તેના ફેસબુક પેઈજ પર લાઈવ કલાકારો આવીને પોતાના અનુભવો સાથે વિવિધ વિષયો સાથે પોતાની વાત-વિચારો રજૂ કરે છે. ગઈકાલે બાળ કલાકારો અને નાટકો-ટીવી ધારાવાહિક અને ફિલ્મો વિષયક સુંદર વાતો રજૂ કરાયેલ હતી.
ડર થી નહિ દિલથી કરો આ જીવનમંત્ર છે કમલશ દાવડાનો. નાંના બાળકો કે જેમને અભિનય કરવાની ચાહ હોય અથવાતો નાટકમાં કામ કરવાની ઈચ્છા હોય એવા નાના ભૂલકાઓને કલાકાર બનાવવાનો કસબ જાણનાર કમલેશ દાવડા ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ માટે બાળ કલાકાર તૈયાર કરે છે. કોઈપણ ગુજરાતી નાટકમાં બાળ કલાકારની જરૂર હોય તો કમલેશ દાવડાનો સંપર્ક કરવામાં આવે છે.
કમલેશ ભાઈ ગઈકાલે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 માં આવ્યા અને નાના બાળકો કે જે મમ્મી પપ્પાના કહ્યામાં ન હોય એમને કલાકાર તરીકે કેમ ટ્રેનીંગ આપે છે એની વાતો કરી. બાળકોમાં સૌ પ્રથમ પોઝીટીવીટી નિર્માણ કરવા પર અને સ્વસ્થ શર્રીર બનાવવા પર ખાસ જોર આપે છે કમલેશ ભાઈ. નવા બાળકો કે જે મસ્તીખોર હોય અથવા તો કોઈનું માને નહિ એવા બાળકોને જુદી જુદી એક્ટીવીટી અને રમતથી એક્ટિંગ માં રસ લેતા કરે અને ધીમે ધીમે સ્ટેજ પર અભિનય કરતા શીખવાડે. જે કામ ઘણું અઘરું અને ચેલેન્જીંગ છે.
નાના બાળકોમાં હિંમત અને જોશ ની સાથે એમને નીડર બનાવવા માટે કમલેશ ભાઈએ એક ખાસ વાત કહી કે એ એમના ભૂલકા બાળકોની હિમ્મત વધારવા બોલપેન સેલિંગ જેવી ટ્રિક્સ અપનાવે છે બાળકને 10 બોલપેન આપીને એને વેચી આવવાની ચેલેન્જ જેથી બાળકોનાં મન ખુલે એ બીજા સાથે નિડર બની વાતો કરી શકે અથવા નવા લોકોના સંપર્કમાં આવતા એનામાં ડર ન રહે. ક્યારેક બાળકોને નામવંત વ્યક્તિઓના ઈન્ટરવ્યું લેવાની ટાસ્ક આપે જેનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધે. આ સિવાય બીજી પણ અનેક કસરતો છે જે કમલેશ ભાઈ બાળકોને શીખવાડે છે. ગુજરાતી તખ્તા પર કમલેશ ભાઈનાં હાથ નીચે તૈયાર થયેલા અસંખ્ય બાળ કલાકારો છે જે આજે સિરીયલોમાં પણ કામ કરે છે. બાળકના વ્યક્તિત્વના વિકાસ માટેનો શ્રેય બાળકોના માતાપિતા અને રંગભૂમિના કલાકાર મિત્રોને આપે છે. એ સૌ મિત્રોનો કમલેશ ભાઈએ કોકોનટ થિયેટરનાં માધ્યમથી આભાર માન્યો. બાળકની એનર્જીને ચેનાલાઈઝ કરી એને પોઝીટીવ રસ્તે વાળવાની ખાસ રીત કમલેશ ભાઈ શીખવે છે.
‘અબતક’ સોશિયલ મીડીયાના ફેસબક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે જીવંત પ્રસારણ માણો
કમલેશ ભાઈ રંગભૂમિની ભાવી પેઢી નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય કરે છે. અને એ પણ આપણી ગુજરાતી માતૃભાષામાં. એમના જુદા જુદા કલાસીસમાં અંગ્રેજી માધ્યમ માં ભણતા બાળકને પણ માતૃભાષા માં વાત કરતા, વાંચતા અને એક્ટિંગ કરતા શીખવે છે જે ખરેખર ઉમદા કાર્ય છે. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3માં કમલેશ દાવડાના સ્ટુડન્ટસ, એમના માતાપિતા અને અનેક ચાહકો જોડાયા. તમે બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને મળો આપના મનગમતા મહેમાનને.
આજે જાણિતી અભિનેત્રી ભૈરવી વૈદ્ય
ઘણા બધા ગુજરાતી નાટકો-ટીવી ધારાવાહિક અને ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર જાણિતી અભિનેત્રી ભૈરવી વૈદ્ય આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટરનાં ફેસબુક પેઈજ પર લાઈવ આવીને ‘નાટકની જીવનયાત્રાનોમારો પહેલો શિક્ષક…. પ્રેક્ષક’ આ વિષયક પોતાની વાત-વિચારોને અનુભવો શેર કરશે. ભૈરવી વૈદ્ય ઘણા નાટકોમાં, પારિવારીક નાટકોમાં ઉમદા પાત્ર ભજવીને દર્શકોના મન હરી લીધા હતા. અભિનયમાં તેની સાહજિકતા સાથે સ્ટેજ ઉપર પૂર્ણ રીતે ખીલીને નાટકને ચાર ચાંદ લગાવેલ છે.