‘અબતક’ સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું જીવંત પ્રસારણ માણો
કોકોનટ થિયેટર પ્રસ્તૃત શ્રેણી ‘ચાય-વાયઅને રંગમંચ’ શ્રેણી આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. દરરોજ સાંજે ગુજરાતી તખ્તાનાા અંગે જાણીતા ટીવી ફિલ્મો-નાટકના કલાકારો લાઈવ આવીને વિવિધ વિષયો સાથે પોતાના વિચારો-અનુભવો વાગોળે છે. દેશ વિદેશના કલારસિકો આ અનેરો કાર્યક્રમ બહોળી સંખ્યામાં જોડાઈને માણી રહ્યા છે.
ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 નાં માધ્યમથી યંગસ્ટર્સ એન્ડ થિયેટર આ વિષય પર વાત કરતા સુનીલ વિશ્રાણીએ ખુબ જ સરસ માહિતીઓ એમના મિત્રો, અને રંગકર્મીઓ સાથે શેયર કરી.યુવાનો માટે ખાસ જણાવ્યું કે દરેક યુવાન જોશ અને જુસ્સાથી ભરેલો હોય છે અને એનામાં કઇંક કરી દેખાડવાનું ઝનુન હોય છે પણ શક્તિ હંમેશા સારા અન સાચા માર્ગે વપરાય એની પણ સમજ હોવી જોઈએ.કલાકાર બનવા આવતા અનેક યુવાનોએ સૌ પ્રથમ અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ જો ભણતર સારું હશે તો આપ દરેક ક્ષેત્રમાં નામના મેળવી શકશો. માટે દરેક યુવાન માટે એજ્યુકેશન જરૂરી છે. કલાકાર ભણતા ભણતા અભિનય પણ કરી શકે છે.
વધુમાં સુનીલ ભાઈએ જણાવ્યું એક દરેક યુવાન કલાકારે પોતાના શરીરનું, અવાજનું અને સમાજનું ધ્યાન રાખવું જોઈએ. જેના માટે યોગા, કસરત, અવાજ માટેની કસરત વગેરે ઘણું છે જેનાથી કલાકાર ફિટ રહી શકે છે. અને એક ખાસ વાત યુવાનો માટે કે એમણે નાટક કે ટીવી શ્રેણીમાંથી કમાયેલા રૂપિયામાંથી થોડીક બચત તો અવશ્ય કરવી જોઈએ.
કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન માં સુનીલ ભાઈનાં અનેક ચાહકો જોડાયા હતા તમે બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો માણી શકશો.
આજે લેખક-દિગ્દર્શક કમલેશ દાવડા
આજે ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં સાંજે 6 વાગે ગુજરાતી રંગભૂમિ પર બાળ કલાકાર તૈયાર કરનાર અને અનેક બાળ નાટકોના લેખક-દિગ્દર્શક કમલેશ દાવડા લાઈવ આવીને ‘બાળથક્ષ બાળ કલાકાર’ વિષય ઉપર પોતાના અનુભવો વાગોળશે ગુજરાતી બાળ નાટકોનો એક જમાનો હતો. જેમાં ઘણા કલાકારો એ ભાગ લઈને પોતાની નાટ્સ દુનિયાનો આરંભ કર્યો હતો. કમલેશ દાવડા વર્ષોથી બાળ નાટક પવૃત્તિ સાથે તેના લેખન અને ડાયરેકટર તરીકે ઉમદા કાર્ય કરી રહ્યા છે. આજના યુગમાં નાટકો-ટીવી શ્રેણી કે ફિલ્મોમાં બાળ કલાકારની જરૂર હોય જ છે. ત્યારે કમલેશભાઈની આજની વાતો ઘણી ઉપયોગી થશે.