અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર દરરોજ સાંજે 6 વાગ્યે શ્રેણીનું લાઈવ પ્રસારણ
ગત તા.12 એપ્રિલથી કોકોનેટ થિયેટર આયોજીત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી ચાલી રહી છે જેમાં ગુજરાતી તખ્પાફિલ્મો, ટીવી ધારાવાહીકના જાણીતા નિર્માતા, નિર્દેશક અને કલાકારો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લાઈવ આવીને પોતાના અનુભવો શેર કરે છે. આ શ્રેણી તા.28 એપ્રિલ સુધી ચાલનાર છે. આ સુંદર કાર્યક્રમ દરરોજ સાંજે 6 વાગ્યે કોકોનેટ થિયેટર તથા અબતક ચેનલના ફેસબુક પેઈજ ઉપર લાઈવ માણવા મળે છે.
પ્રતિક ગાંધી આ નામ આજના દરેક યુવાનનાં મોઢે છે. સ્કેમ 1992 હર્ષદ મહેતા. માં હર્ષદ મહેતાની ભૂમિકામાં જે કલાકારને બધા ઓળખે છે. જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3માં એમના દુનિયા આખાના ફેન્સની સામે લાઈવ આવ્યા અને એમના રંગભૂમિના અનુભવો અને એમના જીવનમાં થિયેટરનું મહત્વ આ વિષે વિસ્તારથી વાત કરી.
ગુજરાતી રંગભૂમિના યુવાન કલાકાર પ્રતિક ગાંધી મૂળ સુરતના છે એમના કહેવા પ્રમાણે કલાકાર જીવ તો એ નાનપણથી હતા. 4થા ધોરણમાં હતા ત્યારથી જ એમણે એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. એ ઉમરે પણ જે વાત એમણે વિચારી હતી એ લોકો સુધી પહોચી અને બધાએ તાળી પાડી એ વાતનો આનંદ થયો. ત્યારબાદ સ્ટેજ સાથે અતુટ સંબંધ બંધાઈ ગયો. 6 ઠ્ઠા ધોરણમાં નૃત્ય નાટિકા કરી. નટખટ જયુ સાથે પહેલું ફૂલ લેન્થ નાટક કર્યું આઝાદીની ગૌરવ ગાથા. સુરતથી 2004માં મુંબઈ આવ્યા લગભગ 15 વર્ષથી ગુજરાતી નાટ્ય જગત સાથે સંકળાયેલા પ્રતિક ગાંધીનું નાટક જોયા બાદ ગીરેશ દેસાઈએ પીઠ થાબડી હતી અને કહ્યું કે આ છોકરો ભવિષ્યમાં કઈક બનશે. સારો કલાકાર થશે. પ્રતીકનાં જણાવ્યા પ્રમાણે સ્ટેજ દ્વારા ઘણું શીખવા મળ્યું ખાસ કરીને આપણે જે કઈ બોલીએ છીએ એને જો સમજી વિચારી અને ફિલ કરીને બોલીએ તો લોકો સુધી પહોચે જ છે અને ફિલ વગરની લાઈનોને લોકો તરત પકડી પાડે છે. મૂળ તો પ્રતિક ભાઈ એન્જીનીયર છે એટલે કોર્પોરેટ જગતમાં કામ કર્યાનો અનુભવ જણાવતા કહે છે કે સામેવાળા નાં ઈગોને હર્ટ કર્યા વગર આપણે આપણી વાત એમના સુધી પહોચાડવાની કળા શીખવી પડે. એક એક્ટર તરીકે ઈમોશનલ હોવું ઘણું સારું એ કલાકારનો પ્લસ પોઈન્ટ કહેવાય. ઈમોશન ક્રિએટ કરી શકો તો ટીવી, થીયેટર, સીરીયલ, ફિલ્મ દરેક ક્ષેત્રે સફળતા મળી શકે. થીયેટરમાં બીજી એક વાત શીખવા મળી ડીસીપ્લીન. જેમ આર્મીમાં ડીસીપ્લીન હોય એમ થીયેટરમાં પણ ડીસીપ્લીન ખુબ જ કામ આવે. કલાકારને પોતાની લીમીટ ખબર હોવી જોઈએ. રંગમંચ એ કલાકાર માટેનું રીયાઝ કરવાન સ્થળ કહી શકો જ્યાં કલાકાર પોતાની જાતને વધુ ધારદાર બનાવી શકે છે. કલાકાર રંગમંચ પર પ્રેક્ષકોની સામે અભિનય કરતો હોય છે અને એના પરફોર્મન્સનો તરત જ પ્રત્યુત્તર મળતો હોય છે. તાળી, લાફ્ટર, વાહ વાહ, કે પછી દાદ આપતા જ ખબર પડે કે તમે પ્રેક્ષકની કેટલા નજીક છો.
સ્ટેજ પર સૌથી વધુ શું કરવું ગમે ? એના જવાબમાં પ્રતિક ગાંધીએ જણાવ્યું કે એને મોનોલોગ, એકપાત્રી અભિનય કરતી વખતે આખા સ્ટેજ પર એકલા હોવા છતાય પ્રેક્ષકને જકડી રાખવાની ક્ષમતા શીખવા મળે. ઓડીશન કેમ આપવા એના જવાબ માં પ્રતીકે કહ્યું કે સામેવાળા જેમ કહે તેમ ઓડીશન અપાય પણ ત્યારબાદ તમે જેમ વિચાર્યું હોય એમ પણ ઓડીશન આપવું જોઈએ માત્ર સામેવાળાના ઈગોને હર્ટ કર્યા વિના એમને તમારી વાત સમજાવવી જોઈએ. વેબ સીરીઝ અને સ્ટેજ બન્ને માં કામ કરતી વખતે પ્રતિક ગાંધી માં બે વ્યક્તિ જીવે છે એક તો સ્વયં પ્રતિક ગાંધી અને બીજો એ કલાકાર જેનું પાત્ર એ ભજવે છે. લાઈવ સેશન દરમ્યાન વિદેશના યુવાન ફેન્સને ખાસ જણાવ્યું કે નાટકનાં દરેક શો પહેલા સ્ટેજનો પડદો ખુલતા પહેલા અને પડદો ખુલ્યા બાદની નર્વસ નેસને એડવાન્ટેજ માં ફેરવતા દરેક કલાકારે શીખવું જોઈએ. પોતાના માનીતા અને ગુરુ તુલ્ય લેખક દિગ્દર્શક મનોજ શાહ પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને મકરંદ દેશપાંડે જેવા ક્રિયેટીવ દિગ્દર્શક પાસે એક જ વાત અલગ અલગ રીતે જાણવાનો અનુભવ પણ રહ્યો છે. કોવીડ કાળ બાદ રંગભૂમિનો સમય કેવો રહેશે ? એના જવાબમાં પ્રતીકે એના ફેન્સ ને જણાવ્યું કે ગુજરાતી રંગભૂમિનો આવનારો સમય પણ ખુબ જ સારો હશે. થિયેટરે પણ નવા પ્રેક્ષકો માટે સારા નાટકોની તૈયારી કરવી પડશે. સારી સ્ક્રીપ્ટની ડિમાન્ડ રહેશે.
યુવાનોના આદર્શ એવા પ્રતિક ગાંધીને ચાહનારો એક આગવો જ પ્રેક્ષક વર્ગ આખા જગતમાં છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. તમે જો પ્રતિક ગાંધી અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં કાજલ ઓઝા વૈધ, લતેશ શાહ, સુજાતા મહેતા, પ્રવીણ સોલંકી, મિહિર ભુતા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આજે સાંજે રંગમંચ નિર્દેશક-અભિનેતા અને નિર્માતા મનોજ શાહ
નાટક-ફિલ્મો-નિર્માણ નિર્દેશક મનોજ શાહ આજે સાંજે ચાય-વાય અને રંગમંચની કોકોનેટ થિયેટરની શ્રેણીના લાઈવ કાર્યક્રમમાં સાંજે 6 વાગ્યે લાઈવ અનુભવો રજુ કરશે. તેમણે અત્યાર સુધી 115થી વધારે નાટકોનું નિર્દેશન કર્યું છે. પ્રતિક ગાંધી જેવા કેટલાય કલાકારોને તક આપીને કલાકારો બનાવ્યા છે. તેના નાટક ‘મોહનનો મસાલો’ અંગ્રેજી-હિન્દી અને ગુજરાતી ત્રણ ભાષામાં એક જ દિવસમાં શો કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં શામિલ થયા હતા. એમનું જીવન નાટક મરીઝ-2004 થી પૃથ્વી થિયેટરમાં ચાલુ છે. છેલ્લે 2019માં મીઠાનો સત્યાગ્રહ નાટકનું નિર્માણ કરેલ હતું. મનોજ શાહ એક કલાત્મક નિર્દેશક છે જે સિનેમા-જાહેરાત-ફિલ્મ-નૃત્ય અને થિયેટર જેવા મનોરંજનના ક્ષેત્રમાં છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. તેમણે પંકજ કપુર, આશુતોષ ગોવારીકર, આનંદ ગાંધી, કેતન મહેતા જેવા સિનેમાના દિગ્ગજો સાથે કામ કરેલ છે. મનોજ શાહ કંઈક નોખા-અનોખા વિષય આપવા માટે જાણીતા છે. જે આજે કોકોનેટ થિયેટર અને અબતક મીડિયાના લાઈવ પ્લેટફોર્મ ફેસબુક પર સાંજે 6 વાગ્યે લાઈવ રજુ થઈને તેના અનુભવો દર્શકોના પ્રશ્ર્નો સાથે જવાબોમાં વિવિધ વાતો રજુ કરશે.
અબતક ફેસબુક લાઈવ ઉપર 11 હજાર લોકોએ માણ્યો
કોકોનેટ થિયેટર આયોજીત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી-3નો લાઈવ કાર્યક્રમ અબતક ચેનલનાં સોશિયલ મીડિયાનાં ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગ્યે લાઈવ આવી રહ્યો છે જેમાં ગઈકાલે સ્કેમ 1992 ફેઈમ જાણીતા કલાકાર પ્રતિક ગાંધીનો શો 11000 દર્શકોએ માણ્યો હતો.