કોકોનટ થિયેટર પ્રસ્તૃત હાલ ચાલી રહેલ ‘ચાય વાય અને રંગમંચ’ શ્રેણી દેશ વિદેશમાં ખૂબજ જોવાય રહી છે. કલા રસિકો સોશિયલ મીડિયાના ફેસબૂક પેઈજ ઉપર દરરોજ સાંજે ગુજરાતી તખ્તાને સંગ વિવિધ નાટક-ટીવી શ્રેણી અને ફિલ્મોના જાણીતા કલાકારો લાઈવ આવીને પોતાના અનુભવો વાગોળે છે.
ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ કલાકાર પ્રતાપ સચદેવ જેમને લોકો સચ્ચુ નાં હુલામણા નામથી ઓળખે છે એમણે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- 3 માં પોતાના મિત્રો અને ફેન્સ સાથે વાતો કરી. વિષય હતો નોકરીથી નાટક સુધી પ્રાઈવેટ કંપનીમાં એક સારી પોસ્ટ ઉપર કામ કરતા પ્રતાપ ભાઈએ સર્વ પ્રથમ પ્રાર્થના વિષે વાત કરી. 14મી માર્ચ 2020માં નાટકનો શો કરતા કરતા રહી ગયા, અને હજુ સુધી શરૂ નથી થયું. આજે રંગભૂમિ સાવ સુની પડી છે ત્યારે દરેક કલાકાર રંગભૂમિ શરુ થાય એની એકસાથે પ્રાર્થના કરે. કેમકે સમૂહ પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે પરમેશ્વરે પણ પૃથ્વી પર આવવું જ પડે છે.
વિજય દત્ત અને લાલુ શાહ સાથે “બહુરૂપી” સંસ્થામાં કામ કર્યું. અનેક નાટકો થિયેટરમાં જઈ જઈને જોયા જોયા અને નાટકના પાઠ શીખ્યા. સારા નરસા ઘણાં અનુભવોએ ઘડાયા, વાતોના વહેણમાં આગળ વધતા પ્રતાપ ભાઈ એમના સુપરહિટ નાટક કોડમંત્ર ની પણ વાત કરી. નાટકના શોખને સાર્થક કરવા પત્નીનો અન સાથ મળ્યો અને સરસ ચાલતી જોબમાં રાજીનામું આપવાનો વિચાર કર્યો. અને વી.આર.એસ.લઈને માત્ર અને માત્ર નાટકો કરવા મેદાનમાં પડ્યા. સમય અને સંજોગો વશાત કામ પણ મળ્યું, ધીમે ધીમે સીરીયલો મળવા માંડી પણ..ક્યારેક પરીક્ષાની ઘડીઓ પણ આવતી અને એ વખતે ઈશ્વરને કરેલી પ્રાર્થનાનો પરચો અચૂક મળતો.
નાટકોમાં કામ કરતા કલાકાર, બેકસ્ટેજ, લાઈટ બોય, ઈસ્ત્રીવાળો અને બીજા નાના રંગકર્મીઓ માટે પ્રતાપ ભાઈએ એક સાચી અને સચોટ વાત કરી એ બચત ની. નાટકનો નિયમ છે કે નાટકના દરેક કલાકાર કસબીને નાટક પૂરું થાય કે તરત રૂપિયા મળી જાય, રોકડા. અને એ રૂપિયા આવ્યા કે ઘણાંને થાય જલસો. પણ જલસાની સાથે સાથે એ બધાજ રોકડા રૂપિયા વાપરવા કરતા એમાંથી થોડાક જો ભવિષ્ય માટે બચાવી રાખવામાં આવે તો આજના કોરોના કાલ જેવા કપરા સમયે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. નવા કલાકારો જે બહારગામથી મુંબઈ આવી નાટક કે સીરીયલમાં કામ કરી રૂપિયા કમાય છે અને ઉડાડે છે પણ ભેગા નથી કરી જાણતા એમના માટે આ વિડીયો ખાસ જોવા જેવો છે. ખુબ જ સમજ ભરી વાત સાથે પ્રતાપ ભાઈએ ક્યાં કઈ રીતે બચત થઇ શકે એની વાત કરી. જે દરેક કલાકાર કસબીએ સમજવા જેવી છે. વિષયથી અલગ પણ જરૂરી જરૂરી માર્ગદર્શન તમે કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર પ્રતાપ સચદેવનાં વિડીયોમાં ડીટેઇલમાં સાંભળી શકો છો.
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે શ્રેણીનું જીવંન પ્રસારણ
આવનારા સમય ગુજરાતી નાટક વિષે માટે ખુબ જ સારો છે. ઉજળું છે. બમણા જોરે પ્રેક્ષકો આવશે. અને જુદા જુદા નવા વિષયો પ્રેક્ષકોને જોવા મળશે જ. ગુજરાતી ભાષા ક્યારેય વિલીન નહિ થાય કેમકે દુનિયા આખીમાં જ્યાં જ્યાં ગુજરાતી રહે છે ત્યાં ગુજરાતી નાટક થાય છે પ્રતાપ ભાઈને સાંભળવા એમનો ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 માં જોડાયા અને તમે જો પ્રતાપ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ટીકુ તલસાણીયા, વંદના પાઠક, દર્શન જરીવાલા, અરવિંદ વેકરીયા, મીનલ પટેલ, જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આજે ‘કયુ કી સાસ ભી’ ફેઈમ જાણીતી અભિનેત્રી અપરા મહેતા
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી-3માં આજે સાંજે 6 વાગે તેના સોશિયલ નેટવર્કના ફેસબુક પેઈજ ઉપર ‘કયુ કી સાસ ભી’ ટીવી ધારાવાહિક ફેઈમ જાણીતી અભિનેત્રી અપરા મહેતા કોરોના મહામારીમાં આવેલો ‘રંગભૂમિનો 14 મહિનાનો વનવાન’ સંદર્ભે પોતાના વિચારો-વાતો અને અનુભવો વાગોળશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અબતકના સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર પણ લાઈવ પ્રસારણ થનાર છે. 1997માં આવેલી ગુજરાતી ટીવી શ્રેણી ‘એક મહલ હોસપનોકા’ અને ત્યારબાદ 2000માં આવેલી ખૂબજ જાણીતી ટીવી શ્રેણી ‘કયુકી સાસ ભી કભી બહુથી’થી ખૂબજ જાણીતા બનેલા અભિનેત્રી અપરા મહેતા એ બોલીવુડની યે તેરા ઘર યે મેરા ઘર, ચોરી-ચોરી ચૂપકે ચૂપકે, દેવદાસ, જસ્ટ મેરીડ અને તીસમારખા જેવી ફિલ્મોમાં અભિનય કરેલ છે.ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ પારિવારિક નાટકોમાં તેનો અભિનય ચાર ચાંદ લગાવી દે છે.તેમને તેના શ્રેષ્ઠ અભિનય માટે ઘણા એવોર્ડ મળ્યા છે. આજે તેમને લાઈવ નિહાળવાનો મોકો છે. તો કલા રસીકો ચૂકશો નહી.