કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી ગુજરાતી તખ્તાને સંગમાં હાલ એકેડેમીક સેશન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતનાં નામાંકિત કલાકારો લાઈવ આવીને પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. ગુજરાતી રંગભૂમિ પર સુપ્રસિદ્ધ અને નખશીખ કલાકાર એવા જયેન્દ્ર મહેતા રવિવારે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3માં લાઈવ આવ્યા હતા એમનો વિષય હતો એક્ટર, દિગ્દર્શક અને નિર્માતાની સામાજિક જવાબદારી. વિષય પર વાત કરતા પહેલા પોતાની સરસ મજાની ઓળખ જણાવી. સ્કુલમાં એક નાટક શાહ્બુદ્ધીન રાઠોડ નામના નાટકમાં અભિનય કર્યો. સફળતા મેળવવી અઘરી છે પણ ધારી લ્યો તો સાવ સહેલી છે એ વિચારે આગળ વધતા, સ્કુલ અને કોલેજ વચ્ચે આઈસ્ક્રીમ પાર્લર, ત્યારબાદ મીલનાં સ્પીનીંગ ડીપાર્ટમેન્ટ માં, અને લોકોના ઘરે છાપા નાખવાનું આવા કામો કરતા કોલેજ શરુ કરી અને મિત્રોના સહકારથી મીલમાં સરસ નોકરી મળી.
કોલેજમાં વાર્ષિક ઉત્સવમાં અભિનય કરતા ઇનામ મળ્યું. સરકારી નોકરી સાથે સાથે મૃણાલી સારાભાઈની દર્પણ નામની સંસ્થામાં નાટક માટે જોડાયા. કોલેજમાં ગ્રેજ્યુએશન બાદ બંસી શાહનાં હાથ નીચે કોઈનો લાડકવાયો નામના નાટકમાં મુખ્ય પાત્ર કર્યું. દિગ્દર્શકની ચેતવણી સાંભળી નક્કી કર્યું કે ખુદ હી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે બતા તેરી રઝા ક્યા હૈ? અને યુનિવર્સીટીમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આગળ વધતાં બંસી શાહ સાથે જ નાટ્યસંસ્થાની શરૂઆત કરી.
પ્રયોગાત્મક નાટકો કરતા આગળ વધ્યા, રંગીલી રાધા નામનાં નાટકનો મુંબઈ ભાઈદાસ ખાતે શો હતો એ દરમ્યાન નૈનિતાલ પાસે શુટિંગ ચાલતું હતું અને શુટિંગ થી દિલ્હી પહોચી ફ્લાઈટ પકડવાની હતી અમુક કારણો સર રસ્તાઓ બંધ હતા ત્યારે એરપોર્ટ પહોચવું અઘરું લાગતું હતું ત્યારે એક વ્યક્તિએ હિમ્મત સાથે મને દિલ્હી મુક્યો મોડી થયેલી ફ્લાઈટ મારા માટે જ ઉભી હતી. અને મુંબઈ પહોચ્યો થિયેટર પર લોકો ટિકિટના પૈસા પાછા માંગી રહ્યા હતા. પણ મારા આવતા જ સુખરૂપ નાટક ભજવાયું અને લોકોને ગમ્યું પણ ખરા.
રંગદેવતાએ રંગ રાખ્યો. નાટકની સમગ્ર ટીમને લોકો વિશિષ્ટ રીતે જોતા હોય છે. એટલે નાટ્ય સાથે સંકળાયેલાની પણ સમાજ પ્રત્યે જવાબદારી છે. જુના જમાનામાં સમાજ ઉપયોગી નાટકો થતા. જેમાંથી સમાજને બોધ મળતો. સંયુક્ત કુટુંબ સમાજમાટે કેટલું ઉપયોગી છે એવી સમજનું સયુક્ત કુટુંબ જાગૃતિ માટે નાટક પૃથ્વી રાજ કપૂરે કર્યું હતું. બલરાજ સહાની સાથે કામ કર્યાનો ગર્વ લેતા જયેન્દ્ર ભાઈએ બીજી ઘણી એવી વાતો કરી જે જાણવા જેવી છે. પ્રેક્ષકોના સવાલોનાં ખુબ સરસ જવાબો આપ્યા. જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે જયેન્દ્ર મહેતાનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.
જયાં સુધક્ષ એક પારસી જીવશે ત્યાં સુધીએ રંગભૂમિ પર કાર્યરત રહેશે: કલાકાર યઝદી કરંજીયા
પારસી રંગભૂમિની કલ આજ ઔર કલ એ વિષય પર લાઇવ ચર્ચા કરવા શનીવારે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3માં પદ્મશ્રી યઝદી કરંજીયા કે જેમણે માત્ર ભારતમાં જ નહિ વિદેશોમાં પણ ગુજરાતી રંગભૂમિ નું નામ ગુંજતું કર્યું છે. 85 વર્ષના હસમુખ, મિલનસાર અને નિખાલસ યઝદી ભાઈએ હસતા હસાવતા સેશનની શરૂઆત કરી. એક સમયે નિમ્ન કક્ષાની ગણાતી રંગભૂમિને આજની ઉચ્ચ કક્ષાએ પહોચાડવા બદલ દરેક રંગકર્મીનો આભાર માન્યો.રંગભૂમિ એટલે સમાજનું દર્પણ કહેવાય, લોકો એને જીવંત અવસ્થામાં જુએ છે. ભારતમાં આજથી 1390 વર્ષ પૂર્વે પારસીઓનું સંજાણ બંદરે આગમન થયું જ્યાં પારસીઓ ઈરાનથી બોટમાં આવેલા, ત્યાના રાજાએ દુધનો છલોછલ ઘડો મોકલ્યો કે પરદેશીઓ અહિયાં જગ્યા નથી અને અમારા પારસી ધર્મગુરુઓએ દૂધમાં સાકર નાખી ઉત્તર આપ્યો જેમાં જણાવ્યું કે અમે દૂધમાં
સાકરની જેમ ભળી જઈશું. ધર્મે પારસી, અમે આજેય સંસ્કારે ગુજરાતી અને કર્મે પુરા હિન્દુસ્તાની છીએ. પારસી રંગભૂમિની તવારીખમાં કૈકાશુ કાબરાજી પારસી રંગભૂમિના ભીષ્મ પિતામહ હતા. જેમણે નળ દમયંતી નાટક જોવા સ્ત્રીઓ ખુબ આવતી જેમાં એ બાળકો સાથે લાવતી ત્યારે નાટકની બ્હાર ઘોડીયા, પારણા મુકાવ્યા અને નાના બાળકોને સાચવવા બહેનોને પણ રાખી. સમગ્ર દુનિયામાં પારસીઓએ નાટકો ભજવ્યા,એ વખતના કલાકારોના અવાજ અદભુત હતાં.સહજ નખશીખ કલાકાર દિગ્દર્શક દાદી પટેલ રુસ્તમ અને સોહરાબ નામના નાટકમાં સ્ટેજ પર બે ઘોડાઓ લઇ આવ્યા. રુસ્તમ નો ઘોડો સ્ટેજ માં ધસી ગયો લોહી લુહાણ થયો ત્યારે પણ રુસ્તમેં શો મસ્ટ ગો ઓન ધ્યાનમાં રાખી નાટક ધબકતું રાખ્યું. નાટકની ગઈકાલ પૂરી કર્યા બાદ આજની રંગભૂમિની વાત કરતા એમણે પદ્મ શ્રી અદી મર્ઝબાન, સ્વ.ફિરોઝ આંટીયા અને પ્રવીણ જોશીને યાદ કરતા વાત આગળ વધારી. એ વખતે નાટક સાત આઠ કલાક નાટક ચાલતા. અદી ભાઈએ આખી બહેરામ ની સીરીઝ બનાવી. યઝદી ભાઈએ આજે ખુબ જ જોશ સાથે પારસી રંગભૂમિની કાલ આજ આને આવતીકાલ ની વાત કરી. જ્યાં સુધી એક પારસી જીવશે ત્યાં સુધી એ રંગભૂમિ પર કાર્યરત રહેશે. આવી સરસ મજાની વાત યઝદી ભાઈએ કરી. એક જ કુટુંબનાં આઠ થી દસ લોકો એક જ નાટકમાં હોય. એ માત્ર પારસી થિયેટર પર શક્ય છે.
આજે સુપ્રસિધ્ધ નાટ્યકાર જનક દવે
ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનીત અને ગુજરાત યુનીવર્સીટી ડ્રામા ડિપાર્ટમેન્ટનાં ભૂતપૂર્વ ડીન જનક દવે આજે કોકોનટ થિયેટરની ‘ચાય વાય અને રંગ મંચ’ શ્રેણીમાં સાંજે 6 વાગે લાઈવ આવશે. નાટ્ય લેખનમાં વિવિધતા એ વિષય પર પોતાના વિચારો અને અનુભવો શેર કરશે. જનક દવે સુપ્રસિધ્ધ નાટ્ય કાર અને નાટ્ય શિક્ષક છે. જનકભાઈના માર્ગદર્શન તળે ગુજરાતી રંગભૂમિ તથા ગુજરાતી ફિલ્મો ટીવી શ્રેણીના વિવિધ જાણીતા કલાકારો તૈયાર થયા છે. આજે તેમને લાઈવ સાંભળવા માટે યુવા કલાકારો માટે ખાસ લ્હાવો છે.