‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ
ગુજરાતી રંગભૂમિ પર જેમની કલમ વખણાય છે. ઐતિહાસિક નાટક લખવા માં જેમની હથોટી છે. દર વખતે નવા અને અલગ જ વિષય પર નાટક લઈ આવવાના આગ્રહી એવા નાટક, સિરિયલ, અને ફિલ્મો ના સિદ્ધહસ્ત લેખક મિહિર ભુતા કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ માં પોતાના આગવા અનોખા રંગભૂમિ : પ્રતિબિંબ થી પ્રતિકૂળતા સુધી એ વિષય પર પ્રેક્ષકો સાથે લાઈવ વાતો કરી. રંગભૂમિના સૌથી જૂના પ્રકાર ભવાઈ ને યાદ કરતા તેમણે જણાવ્યું ભવાઈ એટલે ભવ વત્તા વહી જીવનના લેખા જોખા જે બતાડે એ ભવાઈ છે એ જ નાટક છે. કોઈ પણ કળા પછીએ નાટક હોય ચિત્રકલા હોય શિલ્પ કળા હોય એ દરેક કળા સમાજનું પ્રતિબિબ છે. સમાજનો ઈતિહાસ એ કળામાં જીવતો હોય છે. ગુજરાતી રંગભૂમિ ની હાલની પરિસ્થિતિ વિષે જણાવતા એમને કહ્યું કે પ્રેક્ષકોને રૂપિયા સામે માત્ર મનોરંજનની અપેક્ષા હોય છે. બીજી કોઈ બાબત સાથે એમને નિસ્બત હોતી નથી. પ્રતિબિબ અને પ્રતિકુળ વિષે જણાવતા કહ્યું કે શું આજના નાટકોમાં ખરેખર સમાજનું સાચું પ્રતિબિબ હોય છે ? શું સમાજમાં ચાલતી વાતો, વિષય તરીકે સ્ટેજ પર ભજવાય છે ? સાચું પ્રતિબિબ અરીસામાં દેખાય જે જોવા માટે સમાજને શક્તિની જરૂર હોય છે. દક્ષીણમાં રમણ મહર્ષિ નું એક મંદિર છે જ્યાં ગર્ભ ગૃહમાં જતા કોઈ મૂર્તિ નથી માત્ર એક અરીસો છે જેમાં ભક્ત પોતાના જ દર્શન કરે છે. જાત ને જુએ છે. પહેલા નાં સમયમાં નોખા વિષય વસ્તુ વાળા નાટકો બનતા પણ અત્યારે એવા નાટકો નથી બનતા. કદાચ એમાં પ્રેક્ષકોનાં મનોરંજન માટેનો પ્રશ્ન હોઈ શકે. કે એમને આજના સમયમાં માત્ર મનોરંજન જ જોઈએ છે. પ્રેક્ષકોએ પણ અલગ વિષયના નાટકો જોવા પ્રતિકુળ બનવું પડે. ગુજરાતી નાટકો જોવા માત્ર સફેદ વાળ વાલા જ પ્રેક્ષકો આવે છે યુવાન વર્ગ નથી આવતો એના સંદર્ભ માં મિહિર ભાઈએ કહ્યું કે કદાચ યુવાનો ને આકર્ષી શકાય એવા વિષયના નાટકો બનતા જ નથી એવા નાટકો બનવા જોઈએ. નાટકો માત્ર સંસ્થા માટે જ નહિ પણ ટિકિટબારી પર ચાલે એવા બનવા જોઈએ. અને એવા અલગ વિષયના નાટક જોવા પ્રેક્ષકોની પણ તૈયારી હોવી જોઈએ.
આવનારા દિવસોમાં કાજલ ઓઝા વૈદ્ય, પ્રવિણ સોલંકી, મીનળ પટેલ, ટીકુ તલસાણીયા અને વંદના પાઠક જેવા કલાકારો લાઈવ રજૂ થઈને પોતાના અનુભવો દર્શકો સાથે શેર કરશે
રંગભૂમિ સમાજનું સાચું પ્રતિબિબ દેખાડે અને પ્રેક્ષકોએ એ પ્રતિબિબ જોવા પ્રતિકુળ બનવું પડશે અને માત્ર પ્રેક્ષકો જ નહિ નિર્માતાઓએ પણ આવા નાટકો બનાવવા હિમ્મત કરવી પડશે.પ્રતિકુળ નાટકો લખાવા જોઈએ. આવનારા સમયમાં કદાચ ઓ.ટી.ટી નાં માધ્યમથી નાટકો લોકો સુધી પહોચશે. સચવાશે. સસ્થાઓ જ જુદા પ્રકારના નાટકો લેવાનો આગ્રહ રાખે તો સારા નાટકો માનવા મળે. થીયેટરના ભાડા પણ ઓછા થવા જોઈએ. નોખા વિષયના નાટકો જોવા પ્રેક્ષક વર્ગ કેમ તૈયાર કરવો ? એના જવાબમાં બહુ જ સરસ વાત કરી કે સંસ્થાઓએ જ પોતાના પ્રેક્ષકોને આવા નાટક દેખાડવાની આદત પાડવી પડશે અથવા જે આવા નાટકો બનાવી વેચે છે એમણે સસ્થાઓને આવા નાટકો લેવાનો આગ્રહ કરવો પડશે.સારા નાટકો બનશે તો લોકો રૂપિયા ખર્ચીને પણ જોવા આવશે જ.
મિહિર ભાઈને સાંભળવા એમનો ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. અને તમે જો મિહિરભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં કાજલ ઓઝા વૈધ, પ્રવીણ સોલંકી, મિહિર ભુતા, મીનલ પટેલ, ટીકુ તલસાણીયા, વંદના પાઠક જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
ગુજરાતી રંગભૂમિના નિર્માતા-કલાકાર અને અનુભવી લેખક લતેશ શાહ
કોકોનટ થિયેટર આયોજીત સોશિયલ મીડિયાની લાઈવ શ્રેણી 3 ‘ચાય -વાય અનેરંગ મંચ’માં આજે સાંજે 6 વાગે ફેસબુક પેઈજ પર ગુજરાતી રંગભૂમિના સુપ્રસિધ્ધ નિર્માતા-દિગ્દર્શક-અનુભવી લેખક-અભિનેતા અને મોટીવેશનલ સ્પીકર લતેશ શાહ ‘રંગભૂમિ તારૂ શુ થશે’ એ વિષય સાથે લાઈવ વાતો સાથે તેના છેલ્લા સાડાત્રર દાયકાના રંગભૂમિના અનુભવો વાગોળશે અત્રે ઉલ્લેખનીય છે કે ખૂબજ સફળ નાટક ‘ચિકત્કાર’ ઉપરથી હમણાં જ ગુજરાતી ફિલ્મ ‘સુજાતા મહેતા’ને લઈને બનાવી હતી તે ખૂબજ સફળ રહી હતી.