અબતક સોશિયલ મીડિયાના ફેસબુક 5ેઇજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 નાં સમાપન પહેલા પધાર્યા પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર જેમનાં નાટકો, પુસ્તકો ગુજરાતી ભાષામાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે. જેમનો વિષય હતો. My passion For Writing મુખ્ય વિષય પર વાત કરતા પહેલા સિતાંશુ ભાઈએ જણાવ્યું કે મને પેરીસની રંગભૂમિ યાદ આવે છે કેમકે મારો રંગભૂમિનો પ્રવેશ 1972માં પેરીસ ખાતે થયો હતો. રણભૂમિ, રાજસભા અને રંગભૂમિ ત્યાં બને ત્યાં સુધી પ્રવેશ ન કરવો. અને જો કરવો તો પાછો પગ ન કરવાની હઠ સાથે પ્રવેશ કરવો. લેખકનો રંગભૂમિ પર પ્રવેશ એટલે શું ? એ વિષે જણાવતા સિતાંશુ ભાઈએ કહ્યું કે ઘણા લેખકો સમાજ સુધારક હોય છે.
ભાષા સાથે સૌથી વધુ લગાવ ભર્યો સંબંધ કવિતાનો છે: સિતાંશુ યશચંદ્ર
જો કે સમાજ સુધારક હોવું સારી વાત છે પણ પછી એ જ લેખક દિગ્દર્શક અને અભિનેતા બની જાય છે, પ્રકાશ આયોજન અને ધ્વની આયોજન પણ સમાજ સુધારાની ધગશ પ્રમાણે એ લેખક કરતો હોય છે. બીજા કેટલાક ઉત્તમ લેખકોએ વાર્તા રસ દ્વારા પ્રવેશે છે. જેમાં મધુરાય એક ઉલ્લેખનીય નામ છે. એમનો વાર્તારસનો પ્રકાર અદભુત છે. બીજો એક પ્રકાર છે કવિતાને માર્ગે નાટક અને રંગભૂમિ તરફ જવું. ભાષા સાથેનો સૌથી વધુ લગાવ ભર્યો સંબધ કવિતાનો છે. કવિ એક વાક્યથી ચલાવી શકતા હોય તો બે વાક્યથી ન બોલે. કવિ ચાર શબ્દનું વાક્ય બનાવી શકતા હોય તો પાંચમો શબ્દ ઉમેરે નહિ. કવિતાને ભાષા સાથે બહુ જ કરકસર ભર્યો સંબંધ છે.
આજના નવા લેખકો માટે ખુબ જ સુંદર અને સમજણ પૂર્વકનું આ લાઈવ સેશન રહ્યું. સિતાંશુ ભાઈને સાભળવા માટે એમના ઘણા ફેન, ફોલોઅર્સ, મિત્રો, વિદ્યાર્થીઓ જોડાયા. અને ખુબ જ સહજતા પૂર્વક સિતાંશુ ભાઈએ પોતાના વિષયની વિગતવાર વાતો કરી, દરેકના પ્રશ્નોના ઉત્તર આપ્યા અને છેલ્લે પોતાની લખેલી કવિતાનું પઠન પણ કર્યું. રંગભૂમિને પ્રેમ કરતા દરેક કલાકારે આ સેશન જોવું જ જોઈએ. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો.
જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો સિતાંશુભાઈનું આ સેશન જરૂરથી જોશોે. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજને લાઈવ અને ફોલો કરી આપના મનગમતા કલાકારોને મળો.
આજે ધીરૂબેન પટેલ અને રશ્મિન મજીઠીયા લાઈવ આવશે
કોકોનટ થિયેટરની ચાય-વાય રંગમંચ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે જાણીતા લેખિકા ધીરૂબેન પટેલ અને નિર્માતા રશ્મિન મજીઠીયા નાટય લેખન વિષયક લાઈવ ચર્ચા કરશે સાથે તેમના અનુભવો દર્શક મિત્રો સાથે શેર કરશે. આર્ટકલેકશન અને નિર્માણ ક્ષેત્રે રશ્મિભાઈ ઘણા વર્ષોથી જોડાયેલા છે. જયારે ધીરૂબેન પટેલ સાહિત્ય ક્ષેત્રનું જાણીતું નામ છે. આજના સેશનમાં બંને કલાકારો સાથે આવીને રંગભૂમિના નાટ્ય લેખન વિષયક ચર્ચા કરશે. જે ખાસ યુવા કલાકારોએ જોવા જેવું છે. બંને કલાકારનું સાહિરત્ય ક્ષેત્રે નાટય કલાક્ષેત્રે સાથે તે વિષયકના માર્ગદર્શન ક્ષેત્રે ઉમદા કાર્ય કરીને યોગ દાન આપેલ છે.