અબતક, સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં ગઇકાલે મહેમાન સુપ્રિયા પાઠક લાઈવ આવ્યા હતા તેમનો વિષય હતો “ઈપ્રુવાઇઝેશન ઇન રોલ” સુપ્રિયા પાઠક જે ગુજરાતી રંગભૂમિના તથા સિરિયલ અને ફિલ્મો ના સુપ્રસિધ્ધ અભિનેત્રી છે. એમણે પોતાની અભિનય ક્ષમતાનો પરચો ઓલરેડી આપ્યો છે. એમણે રંગભૂમિ પર નાટકોમાં ભલે ઓછું કામ કર્યું. પણ લોકો આજે પણ એમને સ્ટેજ પર જોવા માંગે છે.
વિષય વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે જીવનમાં માત્ર રંગમંચ પર જ નહીં ઘણી જગ્યાએ improvisation ની જરૂર પડે છે. આપણે improvisation કરતા જ હોઈએ છીએ.બાળપણમાં મિત્રો સાથે વાત કરતા પણ વાતોમાં improvisation કરતા હોઈએ છે, ઘરમાં પણ વાતો કરતા કે ઓછી નાટકના પાત્ર ભજવતા improvisation અચૂક થાય છે. અથવા આપણે કરીએ છીએ. પોતાના પાત્રમાં improvisation ખૂબ જ મદદ કરે છે.
દિગ્દર્શકના જણાવ્યા મુજબ અથવા તો કલાકાર પોતાના ઓબ્ઝર્વેશન થકી પાત્રમાં improvisation કરી એને વધુ ધારદાર બનાવી શકે છે. નવોદિત કલાકાર માટે આજનું આ સેશન ખૂબ જ માણવા જાણવા જેવું ંહતુ. સુપ્રિયાજી એ પોતાના અનુભવો દ્વારા ઘણી એવી માહિતી આપી જે કલાકાર માટે ઉપયોગી બની શકે અને સાથે એમના ફેન્સ પ્રેક્ષકોનાં સવાલોના જવાબ આપ્યા હતા. જે ખરેખર દરેકે એકવાર જરૂરથી જોવા સાંભળવા જોઈએ.
કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર અત્યારેજ વિઝીટ કરો પેજ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને સુપ્રિયજી તથા રંગભૂમિના બીજા માનવંતા મહેમાનોને દરોજ સાંજે લાઈવ માણો
આજે રંગભૂમિમાં મર્મજ્ઞ ડો. સિતાંશુ યશચંદ્ર
ગુજરાત સાહિત્યકાર અને આધુનિક કવિ સિંતાંશુ યશશ્ર્ચંદ્ર આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં લાઈવ આવીને ‘લેખન પ્રત્યેનું ધ્યેય’ વિષયક ચર્ચા અને અનુભવો શેર કરશે. તેઓ ગુજરાતી કવિ -વિવેચક નાટ્ય લેખક અને અનુવાદક છે. સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિધ્ધ ભારતીય સાહિત્યના વિશ્ર્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા. તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખ્યું છે
પરંતુ તેમના પુસ્તકો હિન્દી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. તેમણે 1993ની હિન્દી ફિલ્મ ‘માય મેમસાબ’ની અભિનય વાર્તા લખી હતી. તેમણે કાવ્ય-નાટક-વિવેચન-સંપાદન-અનુવાદન વગેરે જેવા વિવિધ સ્વરૂપોમાં સાહિત્ય સર્જન કર્યું છે. ડો. સિતાંશુ યશચંદ્રને સરસ્વતી સન્માન-રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર-સાહિત્ય અકાદમી એવોર્ડ, રણજીતરામચંદ્રક, નર્મદ ચંદ્રક, ગૌરવ પુરસ્કાર જેવા વિવિધ મળે છે. યુવા કલાકારોએ આજનું સેશન ખાસ જોવા જેવું છે.