ગત્ તા.12 મેથી શરૂ થયેલ કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીને ખૂબજ પ્રતિસાદ મળી રહ્યો છે. દેશ-વિદેશના કલારસિકો રોજ વિવિધ કલાકારોને લાઈવ નિહાળીને સાંભળીને મનોરંજન મેળવી રહ્યા છે. ગુજરાતી રંગભૂમિનો ડિજિટલ દસ્તાવેજ આ વિષય પર વાત કરતાં બાબુલ ભાવસારે જણાવ્યું કે આવનારા સમયમાં ડિજિટલનું ઘણું મહત્વ રહેશે. ગુજરાતી રંગભૂમિને પણ ગુજરાતી રંગભૂમિને પણ ડિજિટલ માધ્યમની ઘણી જરૂર પડવાની છે. ગુજરાતી થિયેટરમાં 40 વર્ષથી ઉપરના જ પ્રેક્ષકો આવે છે. એટલે કે નાની ઓછી ઉંમરના યુવાનો નથી આવતા એનું કારણ શું છે ? અત્યાર સુધી પબ્લિસિટી માત્ર ન્યૂઝપેપરમાં આવતી.
ડિજિટલ માધ્યમનો ઉપયોગ લગભગ છેલ્લા ચાર-પાંચ વર્ષથી થયો છે. સોશ્યલ મીડિયા પર ગુજરાતી રંગભૂમિએ મને ઘણું બધું આપ્યું છે લગભગ 1990 થી બાળનાટકોથી શરૂઆત કરી, શરૂઆતમાં બાળ નાટકો પણ લખ્યા હતા ખૂબ જ સારા અને સફળ રહ્યા. અને મોટા નાટકોમાં કામ કરતા થયા. ઘણા વખત સુધી 1990 થી 2000 સુધી માત્ર કલાકાર તરીકે ગુજરાતી રંગભૂમિ પર રહ્યા, ત્યારબાદ લેખક તરીકે સિરિયલો લખવાની શરૂઆત કરી. ચાર પાંચ ફિલ્મો પણ લખી, અને વેબ સીરીઝ પણ ટૂંક સમયમાં આવી રહી છે.
બાબુલ ભાઈએ વધુમાં જણાવ્યું કે મેં થોડા સમય પહેલાં એ ગુજરાતી કલાકારોના ઇન્ટરવ્યૂ લેવા એવો વિચાર કરેલો. પણ એક ગુજરાતી નાટક શરૂ થયું અને હું આખી દુનિયામાં એ નાટક નાં શો કરતો રહ્યો, આખી દુનિયામાં ફર્યા બાદ ખબર પડી કે દરેક વ્યક્તિ ઇન્ટરનેટ અને મોબાઇલ સાથે સંકળાયેલું છે. અને ભારત આવતા ફરી નાટક અને સિરિયલો ફિલ્મોમાં બીઝી થઈ ગયો. વાત લગભગ ભુલાઈ ગઈ પણ મારા મિત્ર જગેશ મુકાતીનાં અચાનક અવસાન બાદ કોરોના કાળ દરમિયાન શોકસભા જેવું કંઈ હતું નહીં પણ મિત્રો અને નાટકના કલાકારો પાસે વિડિયો ઉપર શોક સંદેશ લેવાનું નક્કી કર્યું અને આગળ જતાં કલાકારોના શોક સંદેશને બદલે જન્મદિવસ અને એમની નાટકની સફર વિશેની વાતો ના વિડીયો બનાવીને ફેસબુક પર મુકવાનું નક્કી કર્યું જેનો સારો પ્રતિસાદ મળ્યો અને રંગભૂમિનો દસ્તાવેજ બનાવવાનું નક્કી કર્યું ઘણા નામાંકિત કલાકારો વિશે નેટ ઉપર તમને કંઈ જાણવા નહીં મળે, એટલે અમે નક્કી કર્યું કે રંગભૂમિના દિગ્ગજોનો એક ડીઝીટલ દસ્તાવેજ બને. જેથી કરીને આવનારી પેઢીને ઇન્ટરનેટ પરથી તે નાટકના દિગ્ગજો વિશે જાણવા મળી શકે
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબકિ પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે શ્રેણીનું લાઈવ પ્રસારણ
આવનારા સમય ગુજરાતી નાટક વિષે માટે ખુબ જ સારો છે. ઉજળું છે. બમણા જોરે પ્રેક્ષકો આવશે. અને જુદા જુદા નવા વિષયો પ્રેક્ષકોને જોવા મળશે જ. ગુજરાતી ભાષા ક્યારેય વિલીન નહિ થાય કેમકે દુનિયા આખીમાં જ્યાં જ્યાં ગુજરાતી રહે છે ત્યાં ગુજરાતી નાટક થાય છે ભલે લોકો તૂટક અંગ્રેજી બોલે પણ એમની વ્હાલી ભાષા ગુજરાતી જ છે. બાબુલ ભાઈને સાંભળવા એમનો ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન માં જોડાયો. અને તમે જો બાબુલભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ટીકુ તલસાણીયા, વંદના પાઠક, દર્શન જરીવાલા, અરવિંદ વેકરીયા, મીનલ પટેલ, જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આજે ચેલેન્જિંગ પાત્રોને રંગમંચ પર જીવંત કરનાર કલાકાર પ્રતાપ સચદેવ
રંગ-મંચ અને ચાય-વાય શ્રેણીમાં આજે છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી રંગભૂમિપર ચેલેન્જિંગ પાત્રોને જીવંત કરનાર જાણીતા નાટ્ય ટીવી ધારાવાહિક અને ગુજરાતી -હિન્દી ફિલ્મોના કલાકાર પ્રતાપ સચદેવ ‘નોકરીથી નાટક સુધી’ વિષયક પોતાની વાતો વિચારો અને અનુભવો વાગેાળશે તેમના ‘વારસ’ અને ‘કોડમંત્ર’ જેવા શ્રેષ્ઠ નાટકો આજે પણ દર્શાકો યાદ કરે છે.ટીવી ચેનલ પારિવારીક સીરીયલોમાં ચરિત્ર અભિનેતા તરીકે ઉમદા અભિનય કરીને પ્રતાપ સચદેવ ઘરઘરમાં વ્જ્ઞહાલનો દરિયો જેવી પારિવારીક કહાનીમાં પણ પ્રતાપ સચદેવ નિખરી ઉઠયા હતા. તેમની ઘણી ફિલ્મો ટીવી શ્રેણી અને નાટકો ને કારણે પ્રતાપ સચદેવ ખૂબજ સફળ અભિનેતા બન્યા છે. આજે સાંજે 6 વાગે તેને જોવા સાંભળવાનો મોકો છે. ચૂકશો નહીં.