સોશિયલ મીડિયામાં કોકોનટ થિયેટરની શ્રેણી 3 ‘ચાય-વાય અને રંગ મંચ’ ધુમ મચાવી રહી છે. કોકોનટ થિયેટરના અને અબતકના ફેસબુક્ પેઈજ ઉપર દેશ વિદેશના હજારો દર્શકો રોજ સાંજે 6 વાગે ગુજરાતી-નાટકો ફિલ્મો ટીવી શ્રેણીના જાણીતા કલાકારોને લાઈવ જોઈને મનોરંજ મેળવી રહ્યા છે.
ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ દિવસે દિવસે લોકપ્રિય થતું જાય છે. આજના મહેમાન ગુજરાતી રંગભૂમિના યુવાન દિગ્દર્શક,લેખક,કલાકાર, લાઈટ્સ ડિઝાઈનર પ્રીતેશ સોઢા હતા. જેમનો વિષય હતો મલ્ટીપલ થિયેટર હેટસ ગુજરાતીમાં કહી શકાય કે રંગભૂમિનાં વિવિધ પાસાઓ. આ વિષય પર પ્રીતેશ ભાઈએ ખુબ જ સરસ વાત માંડી. જેમ નવરસ વિના નાટક અધૂરું કહેવાય એમ નવ ગુણ ની વાતથી શરૂઆત કરી. મરાઠી રંગભૂમિથી નાટકોમાં કામ કરવાનું શરુ કર્યું. અને સૌ પ્રથમ સ્ટેજ મેનેજમેન્ટ, રંગમંચ વ્યવસ્થાનાં કામથી શરૂઆત કરી જેમાં નાટક પેહેલા અને પછીની વ્યવસ્થા વિશેની જાણકારી મળી. અને નાટ્યકર્મીઓ સાથેની સહાનુભુતિ માં વધારો થયો. ત્યારબાદ નિર્માણ નિયામક, પ્રોડક્શન મેનેજર ની જવાબદારી આવી અને નાટકોના નિર્માણમાં રૂપિયાની જવાબદારીથી માંડી દરેક લોકોને સેટ્સ વાળા, મેકઅપ મેન, બેક સ્ટેજ કરનારા દરેક ને સંભાળવાનો મહાવરો વધ્યો, અને કરુણા વધતી ગઈ. ત્યારબાદ થેસ્પો કોમ્પિટિશનમાં સિલેક્ટ થયા અને છ ટ્રોફી મળી. અને હિમ્મત વધી.
પ્રીતેશ ભાઈએ વધુમાં જણાવ્યું કે મનોજ શાહ સર તરફથી સાઉન્ડ અને મ્યુઝીક ઓપરેટીંગની જવાબદારી મળી અને એ જવાબદારી ભારત અને વિદેશમાં પણ સફળતાથી નિભાવી. ત્યારબાદ પ્રકાશ રચના શીખતા ભૌતેશ વ્યાસ સર પાસે પોતાના કાર્ય સાથે હંમેશા ઓનેસ્ટ અને વફાદાર રહેવાનો ગુણ શીખ્યો અને ગાંધી બીફોર ગાંધી માં લાઈટ ડીઝાઈન કરવાનો અવસર મળ્યો. અંગ્રેજી, મરાઠી, હિન્દી નાટકોના પ્રસિદ્ધ લાઈટ ડિઝાઈનરનાં કામ જોઈ ઘણું શીખ્યો. કામને પ્રેમ કરતા શીખ્યો. દરેક યુવાનને કંઈક નવું શીખવા મળે એવું હતું આ શેશન. પ્રીતેશ ભાઈએ જણાવ્યું કે ત્યારબાદ નાટકમાં અભિનય કરવાની તક મળી અને એ પણ સફળતા પૂર્વક નીભાવી.અને નામાંકિત કલાકાર સાથે કમર્શિયલ નાટકો કર્યા. અને એક વાત શીખ્યો કે કમીટમેન્ટ કલાકારે સતત શીખતા રહેવું જ જોઈએ. થિયેટર કલાકારે હંમેશા એથલીટ જેવા ફીટ રહેવું પડે. અને સાયન્ટીસ્ટ જેટલા ચતુર બનવું પડે નાના નાના નાટકો કરતા એમાં નિર્માતા બનવાનું સાહસ કર્યું અને એન.સી.પી.એ થીયેટરમાં સતત 6 વર્ષ નાટકો ભજવ્યા.
‘અબતક’ સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
ગુજરાતી રંગમંચ પર આવનારી નવી પેઢી આ માટે ખુબ જ સરસ શેશન રહ્યું પ્રીતેશે પોતાની સફર આગળ વધારતા દિગ્દર્શન કરવાનો અવસર મળ્યો અને નાટકો દિગ્દર્શન કર્યા. આટલા બધા ગુણ મેળવ્યા બાદ ગુજરાતી રંગભૂમિ જ એક ધર્મ છે જે આ ધર્મને અનુસરે એને દરેક ગુણ આત્મસાત કરવા જ પડે. ગુજરાતી નાટકોમાં જો આપણે આપણી સંસ્કૃતિ દેખાડી શકીશું તો બીજા બહારના નાટકો લેવાનો વારો નહિ આવે. ગુજરાતીમાં ઘણા મૌલિક અને સારા નાટકો બને જ છે અને વિષયો પણ ખુબ બધા છે જ. કરતા કરતા જ માણસ શીખે છે અને હું પણ એવી રીતે જ શીખ્યો છું અને શીખું છું. નવી આવનારી પેઢીએ પણ શીખવું જોઈએ. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 માં પ્રીતેશ સોઢાના અનેક ચાહકો જોડાયા અને તમે જો પ્રીતેશ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 : 00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા, મીનળ પટેલ, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
રંગમંચ શબ્દ બોલતા જ આંખ સામે સ્ટેજ અને કલાકારો દેખાવા લાગે: કપિલ દેવ શુકલા
ગુજરાતી તખ્તા સાથે સંકળાયેલા અને 400 થી વધુ નાટકો કરી ચુકેલા.કપિલદેવ શુક્લા. સામાન્ય નાટકો કરતા કંઈક નવું કરવા માટે જાણીતા છે.કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ શ્રેણીમાં વિવિધ વાતો કરી હતી. કપિલદેવ જણાવ્યું કે નાટક કે રંગમંચ એ શબ્દ બોલતા જ આંખ સામે એક સ્ટેજ અને એના ઉપર ચાર છ કલાકારો દેખાય પણ રૂટીન સ્ટેજ કરતા પણ હટીને કંઈક અલગ નાટકો બની શકે છે. કલ્પનામાં રચેલા મેગા પ્રોડક્શનો સાકાર કરવા અઘરા છે પણ એને સ્ટેજ પર જોઈ આનંદ થાય છે. લગભગ 110 ફૂટ પહોળો અને એટલો જ ઊંડો રંગમંચ, વિશાળ સેટ્સ, અસંખ્ય લેવલ્સ, અને સો બસ્સો થી માંડી ચારસો સુધીના કલાકારો. અને સ્ટેજ પર હાથી, ઘોડા અને ઊંટની પણ એન્ટ્રી. આવા નાટકો વિચારવા એને પાના પ ઉતારવા અને સ્ટેજ ઉપર સાકાર કરવા એ સૌથી અઘરું કામ છે. એક મેગા પ્રોડક્શન ઉભું કરવામાં 15 થી 20 ત્રિઅંકી નાટક કરવા જેટલી મહેનત પડે છે. 200 થી વધુ કલાકારો એકસાથે અભિનય, નૃત્ય, નાટ્ય, સંગીત , અને ફિલ્મ આ બધાનું સંયોજન જોઈએ ત્યારે રૂંવાડા ઉભા થઇ જાય.
દરેક પ્રોડક્શન લગભગ દોઢ થી બે- ત્રણ કરોડ સુધીના ખર્ચાળ હોય જેમાં અત્યાર સુધી સરકારનો સાથ રહ્યો છે. કપિલ ભાઈ અમેરિકાનાં ગ્રીન કાર્ડ હોલ્ડર હતા પણ નાટકનો પ્રેમ એમને ભારત ખેચી લાવ્યો અને 1995માં ભારત પાછા આવ્યા અને 2006 થી મેગા નાટકો શરુ કર્યા. જેમાં પાલનપુર, તાપી,સુરત,વડનગર, પોરબંદર નો સમાવેશ થાય છે. જેને જોવા સરકારી નામવંત મહેમાનો પધારતા અને એમની સામે ઝરણા, જંગલ,, હાથી,ઘોડા, સૈનિકો અને કલાકારો પરફોર્મન્સ આપતા. કપિલદેવ શુક્લાજી એ ખુબ જ મેગા પ્રોડક્શન કર્યા છે જેના અનુભવો ગજબ છે. નવલકથા કે જે લોકો માત્ર વાંચતા હોય એવી નવલકથાને પણ સ્ટેજ પર સાકાર કરવાનું શ્રેય કપલદેવ શુક્લાનાં ફાળે જાય છે. આવા મહાન નાટકો ઉભા કરવા એકલા માણસનું કામ નહિ એ માટે વર્ષોથી કપિલ સાહેબ સાથે જોડાયેલા એમના શિષ્ય અને મિત્રો કે જે લાઈટ્સ, સેટિંગ્સ, ગીત, સંગીત, કોશ્ચ્યુમ જેવી દરેક જવાબદારીઓ સંભાળે છે અને એક આલીશાન નિર્માણ ઉભું કરે છે.
આજે પાંચ દાયકાથી રંગભૂમિ પર સક્રિય કલાકાર અરવિંદ વેકરીયા
ગુજરાતી નાટકો-ફિલ્મો-ટીવી ધારાવાહિક જેવા ત્રિવિધ ક્ષેત્રોમાં છેલ્લા 50 વર્ષથી ખૂબજ સક્રિય કલાકસાર અરવિંદ વેકરીયા આજે કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી 3માં સાંજે 6 વાગે જીવંત કલા-કર્મ અને કોરોના વિષય ઉપર પોતાની વાત-વિચારોને અનુભવ લાઈવ રજૂ થઈને વાગોળશે.
અરવિંદ વેકરીયા એક ગુજરાતી ફિલ્મ અને નાટકના ખૂબજ જાણીતા કલાકાર છે. ગમે તેપાત્રમાં સાહજીકતાથી ઢળી જઈને અભિનયથી ચાર ચાંદ લગાવીદેતા 2018માં આવેલી ‘રૂપીયો નાચ નચાવે’માં સુંદર અભિનય કર્યો હતો. તેઓ કોમેડી નાટકમાં પણ ઉમદા રોલ કરીને દર્શકોના મન હરી લે છે. જેનું ઉદાહરણ નાટક ‘સખણા રેજો રાજ’માં જોવા મળે છે. ગુજરાતી રંગભૂમિ ટીવી શ્રેણી ફિલ્મોના ખૂબજ સિનિયર કલાકાર છે. આજે તેને જોવાનો મોકો ચૂકશો નહીં.s