કોકોનટ થિયેટર ચાય વાય એન્ડ રંગમચ નાં 108 માં એપિસોડમાં પુર્ણાહુતી વખતે ખાસ મહેમાન પધાર્યા જેમાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અવોર્ડ અને રણજિતરામ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન વિજેતા, નંદશંકર મેહતા સુવર્ણ ચંદ્રક વિજેતા, સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને માર્ગદર્શક માનનીય ધીરુબેન પટેલ  જેમનો વિષય હતો  ’મારું નાટ્યલેખન 96 વર્ષનાં ધીરુબેન પટેલ ગુજરાતી સાહિત્ય જગતનું એક આદરણીય નામ છે.

‘મારૂ નાટ્ય લેખન’ની ચર્ચામાં રશ્મિન મજીઠિયા સાથે તેમણે યુવા કલાકારોને માર્ગદર્શન આપ્યું

સર્વોચ્ચે કોરોનાકાળમાં આવું ઉમદા કાર્ય કરવા બદલ કોકોનટ થિયેટર અને તેની સમગ્ર ટીમની સરાહના કરી

જેમની વય ને જોતા..આ લાઈવ સેશનમાં કોકોનટ થિયેટર અને કોકોનટ મિડિયા બોક્સના ફાઉન્ડર  રશ્મિન મજીઠિયા જોડાયા. જેમણે ધીરુબેન પટેલ સાથે એમના વિષય મારુ નાટય લેખન વિશે વાતો કરી. લગભગ 27 કંપનીઓ સાથે જોડાયેલા શ્રી રશ્મિન મજીઠિયા કલા અને સાહિત્યની માવજત કરનાર, સંભાળનાર ભાવુક વ્યક્તિ છે. ગુજરાતી ભાષાની જાળવણીમાં પણ એમનું સર્વોત્તમ યોગદાન રહ્યું છે. ધીરુબેનના આગમન સાથે એમના આશીર્વાદ લઈ સૌ પ્રથમ પ્રશ્ન હતો કે આપ નાટકો સાથે કઈ રીતે જોડાયા. ધીરુબેને જણાવ્યું કે નાટક લખવાની પ્રેરણા મહાત્મા ગાંધી હતા.

એમની રાષ્ટ્રીય ચળવળમાં મારા માતુશ્રી પણ જોડાયા હતા. બાપુની આજ્ઞા હતી કે દેશસેવામાં જોડાઓ..એટલે મારી બા ના કહેવાથી કોલેજ જવાનું બંધ કર્યું અને ઘેર બેઠા લેખન પ્રવૃત્તિ કરતા પ્રથમ નાટક લખ્યું ” કોલસાની રામાયણ” ત્યારબાદ ઘણી વાર્તાઓ લખી, કલકત્તામાં નાટય સ્પર્ધામાં ચંદ્રવદન મહેતા જજ તરીકે હતા એ સ્પર્ધામાં ત્રણ જ દિવસમાં એક નાટક લખીને મોકલ્યું “પહેલું ઇનામ” એ નાટકને બીજું કે ત્રીજું પારિતોષિક મળ્યું અને ખાસ ચંદ્રવદન મહેતા નાટક જોઈ બોલ્યા ” કોઈ જામેલો હાથ લાગે છે.

ધીરુબેન જેવા સિદ્ધહસ્ત સાહિત્યકાર સાથે વાર્તાલાપ કરતાં જસ્મીન ભાઈ એ નવ યુવાનો અને નાટ્ય રસિકોને કામ આવે એવી ઘણી માહિતી પ્રેક્ષકો સુધી પહોંચાડી ગુજરાતી રંગમંચના કલાકારો ના મનની વાત તેમના ફેન્સ અને પ્રેક્ષકો સુધી આ 108 સેશનમાં પહોંચાડી એ બદલ દરેક કલાકારોનો અને પ્રેક્ષકોનો અંતરથી આભાર માન્યો. અને ખાસ ગુજરાતી તખ્તા સાથે જોડાયેલા દરેક વ્યક્તિને જણાવ્યું કે રંગભૂમિના કોઈ પણ કાર્ય માટે કોકોનટ થિયેટરના દરવાજા હંમેશા ખુલા છે.

કોકોનટ થિયેટર સદાય ગુજરાતી ભાષા અને ગુજરાતી તખ્તાને જીવંત રાખવા કાર્યરત રહેશે. કોવિડ કાળમાં આવુ ઉમદા કાર્ય કરવા બદલ કોકોનટ થિયેટર અને તેની સમગ્ર ટીમનો સેશનમા ભાગ લેનાર તમામ કલાકારે અને સમગ્ર શ્રેણી જોનાર દર્શકોએ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.