કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય વાય અને રંગમંચ’ શ્રેણી ગત તા.12મીથી દરરોજ સાંજે 6 વાગે લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ગુજરાતી તખ્તાને સંગમાં વિવિધ કલાકારો દરરોજ સાંજે લાઈવ આવીને વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો વિચારો વાગોળે છે.
ગઈકાલે કોમેડી કિંગ આશિષ ભટ્ટ આવેલા જેમનો વિષય હતો વ્હાય કોમેડી ? કોમેડી શા માટે ? તો એના જવાબમાં આશિષ ભાઈએ કહ્યું કે વ્હાય નોટ કોમેડી ? શું કામ કોમેડી ન કરવી જોઈએ ? હું તો કહું છું કે પ્રેક્ષકોને ગમે તે કરવું જ જોઈએ કોમેડી મારો ગમતો વિષય છે, એટલે મને કોમેડી ગમે છે . મને તમે ગંભીર પાત્ર આપો તો હું ટેન્શનમાં આવી જાવ છું મને ખબર છે કે થિયેટરમાં અમુક લોકોને કોમેડી નથી ગમતી. તો એ એ લોકો નો પ્રોબ્લેમ છે. મને મારા પ્રેક્ષકો સાથે મજા આવે છે કોમેડી કરવાની અને હું તો કહું છું તો કોમેડી કરવી જોઇએ અને લોકોને મજા આવે છે તો શું કામ ન કરવી જોઈએ ? કોમેડી કરાવી અઘરી છે અને એટલે જ હું એ અધરું કામ કરું છું એનો મને આનદ છે. બાળ નાટકથી શરૂઆત કરી ત્યારે ટારઝન નાટક માં નાનકડો રોલ કર્યો અને સીરીયસ ડાયલોગ હું બોલું અને બીજા કલાકાર હસી પડે. ત્યારે ખબર પડી કે હું જે રીતે બોલ્યો એ સાભળીને હસવું આવ્યું. ત્યારબાદ નટખટ જયુ નાં નાટકો કરવા લાગ્યો. મારી જગદીપની મિમિક્રી પ્રેક્ષકોને ગમતી. આ સંસાર છે રંગરંગીલો જેમાં મારું કાસ્ટિંગ થયું અને રોલ અઘરો લાગતા હું દસેક દિવસ ન ગયો આખરે એક દિવસ હિમ્મત કરી રિહર્સલમાં ગયો અને એ નાટકમાં લોકએ મને વખાણ્યો.
વધુમાં આશિષ ભાઈએ જણાવ્યું કે જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ નાટક વખતે ખુબ નર્વસ હતો ત્યારે લેખક અને દિગ્દર્શકે ખુબ સાચવ્યો. અને એ નાટકના 245 શો થયા. જ્યારે જ્યારે હું ડર્યો છું ત્યારે વધારે કોન્ફીડન્સ સાથે કામ કર્યું છે અને એ કામમાં સફળ થયો છું. કોમેડીની કોઈ ખાસ ટ્રેનીંગ નથી લીધી પણ જગદીપ, મહેમુદ, કિશોર કુમાર આવા અનોખા કલાકારોને જોઈને હાસ્યરસ કરતા શીખ્યો. કલાકાર ન હોત તો એન્જીનીયર બનવાની ઈચ્છા હતી.કોમડી નાટકમાં પણ સીરીયસ સીન હોય જ કેમકે પ્રેક્ષકને માત્ર કોમેડી નહિ કોઈ સારો સંદેશ આપવો એ આપણી જવાબદારી છે. સ્ટેન્ડઅપ કોમેડી પણ હાસ્ય નો એક પ્રકાર છે જે આશિષ ભાઈએ કરી છે અને ટૂંક સમયમાં જોવા પણ મળશે.
કોરના કાળ બાબતે આશિષ ભાઈએ ખાસ જણાવ્યું કે રંગભૂમિ ફરી ધમધમશે, સારો સમય નજીકમાં જ છે. સામાજિક,મ્યુઝીકલ, દરેક પ્રકારના નાટક શરુ થશે અને પ્રેક્ષકો જોવા પડાપડી કરશે.આશિષ ભાઈનો એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. અને તમે જો આશિષ ભટ્ટ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક,ટીકુ તલસાણીયા,દર્શન જરીવાલા, રાજશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક,ટીકુ જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આજે સદાબહાર ‘ચોકલેટી’ હીરો ધર્મેશ વ્યાસ
ગુજરાતી નાટકો-ફિલ્મો અને ગુજરાતી હિન્દી ટીવી ધારાવાહિક જેવા તમામ ક્ષેત્રોમાં પોતાના અભિનયના ઓજસ પાથરનાર ચોકલેટી હીરો ધર્મેશ વ્યાસ આજે કોકોનટ થિયેટર અને અબતકના ફેસબુક્ પેઈજ પર સાંજે 6 વાગે દર્શકો સમક્ષ લાઈવ આવીને થિયેટર-પેશન અને કમીટમેન્ટ વિષય આધારીત પોતાના વિચારો અનુભવો વાગોળશે. આ સદાબહાર કલાકારે દરેક પાત્રને સહજ રીતે ન્યાય આપ્યો છે. વર્ષો પહેલા દૂરદર્શનની ‘હસરતે’ ધારાવાહિકમાં તેમના અભિનયે યુવા વર્ગમાં ઘણી ચાહના મેળવી હતી. ગુજરાતી ફિલ્મોમાં હીરો સાથે હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. છેલ્લા 3 દાયકાથી ઢોલીવુડ-બોલીવુડને નાના પડદા ઉપર સતત અવિરત કાર્યરત એવા ધર્મેશ વ્યાસ એક ઉમદા કલાકાર છે. છેલ્લે ગોંડલ ખાતે ‘રમણીક ઈન પ્રોબ્લેમ’ આરટીપી ગુજરાતી ફિલ્મનાં શુટીંગ વખતે ‘અબતક’ સાથેની મુલાકાતમા વિવિધ અનુભવો વાગોળ્યા હતા. તેઓ રાજકોટમાં નાટકોમાં અવાર નવાર આવતા હોવાથી રાજકોટ શહેર સાથે ધરોબો ધરાવે છે.