ચા એ એક એવું પીણું છે જે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. જો ભારતની વાત કરીએ તો અહીંના લોકો ચા વગર તેમની સવારની શરૂઆત કરી શકતા નથી. ઘણા લોકો એવા હોય છે જેઓ જો સવારે ચા ન પીતા હોય તો દિવસભર તેમનું માથું દુખવા લાગે છે. પરંતુ ચા પીવાનો પણ યોગ્ય સમય હોઈ છે. જો તમે પણ ચાના શોખીન છો, તો તમારે આ સમય પછી ભૂલથી પણ ચા ન પીવી જોઈએ. કારણ જાણીને તમને નવાઈ લાગશે.
કોઈ પણ વ્યક્તિએ દિવસમાં 3 વાગ્યા પછી ચા ન પીવી જોઈએ. બ્રિટનમાં 21 એપ્રિલે રાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે જણાવામાં આવ્યું કે લોકોએ ખરેખર ચા ક્યાં સમયે પીવી જોયે.
શા માટે તમારે 3 વાગ્યા પછી ચા ન પીવી જોઈએ
એવું નોંધવામાં આવ્યું છે કે બ્રિટનમાં દરરોજ 100 મિલિયન કપ ચા પીવામાં આવે છે. ત્યારે કલ્પના કરો કે ભારતમાં જ્યાં વસ્તી આટલી વધારે છે ત્યાં શું સ્થિતિ હશે. માર્ટિને કહ્યું કે ચામાં એમિનો એસિડ એલ-થેનાઇન હોય છે જે લોકોને આરામ આપે છે. તેમણે કહ્યું કે જો કેફીન ધરાવતાં પીણાં ઉંઘવાના 6 કલાક પહેલા પીવામાં આવે તો તેનાથી ઉંઘમાં સમસ્યા થાય છે. આ કારણથી તેમણે કહ્યું કે દિવસમાં 2 થી 3 વાગ્યા પછી ચાને સ્પર્શ ન કરવો જોઈએ.
તમે આ ચા 3 વાગ્યા પછી પી શકો છો
ચામાં કેફીન હોય છે અને તેની ઊંઘ પર ખરાબ અસર પડે છે. તેની અસર લાંબા સમય સુધી રહે છે. જો કોઈ વ્યક્તિને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તેણે આ સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે જો કોઈને 3 વાગ્યા પછી ચા પીવાની ઈચ્છા થતી હોય તો તેણે શું કરવું જોઈએ? આ માટે પણ કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. જેમ કે તમે લવંડર ચા પી શકો છો. તેમાં કેફીન નથી હોતું, તે સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. આનાથી ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા પણ દૂર થાય છે. આ સિવાય કેમોમાઈલ ટી અને વેલેરીયન ટી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડતી નથી અને 3 વાગ્યા પછી પી શકાય છે.