શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશનનું સઘન ચેકિંગ: માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પણ ૨૭,૦૦૦નો દંડ વસુલાયો
કોરોનાના સંક્રમણની કડીને તોડવા માટે મહાપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ચા અને પાનની દુકાનોને ૩૭૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે માસ્ક ચેકિંગમાં પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂા.૨૭,૦૦૦નો દંડ વસુલ કરાયો હતો. કોર્પોરેશન દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ફૂલછાબ ચોકમાં ખોડીયાર ટી-સ્ટોલ પાસેથી સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂા.૫૦૦૦, ભાવનગર રોડ પર શક્તિ ટી સ્ટોલ પાસેથી રૂા.૫૦૦૦, મોહનભાઈ સરવૈયા હોલ નીચે ખેતલાઆપા ટી-સ્ટોલ પાસેથી રૂા.૨૦૦૦, ડિલકસ પાન એન્ડ ટી-સ્ટોલ પાસેથી રૂા.૨૦૦૦, સોરઠિયાવાડીમાં ફૌજી ટી-સ્ટોલ પાસેથી રૂા.૨૦૦૦, દિલીપ ટી-સ્ટોલ પાસેથી રૂા.૨૦૦૦, ડીએચ કોલેજમાં આરાધના ટી પાસેથી રૂા.૫૦૦૦, કાલાવાડ રોડ પર જયસીયારામ હોટલ પાસેથી રૂા.૫૦૦૦, શક્તિ ટી સ્ટોલ પાસેથી રૂા.૨૦૦૦, પુસ્કરધામમાં રાજાભાઈના ચાના થડા પાસેથી રૂા.૫૦૦૦ અને સંજયભાઈ ટી સ્ટોલ પાસેથી રૂા.૨૦૦૦ સહિત કુલ ૧૧ ચા અને પાનની દુકાન ધારકો પાસેથી સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂા.૩૭,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત માસ્ક ન પહેરનાર ૨૭ લોકો પાસેથી રૂા.૨૭,૦૦૦નો દંડ વસુલ કરાયો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.