આવતીકાલે વિશ્ર્વ કિડની દિવસ છે. ત્યારે હાલના સયમમાં બદલાયેલી જીવનશૈલીના કારણે વઘી રહેલા કિડનીના રોગોને ઘ્યાને લઇને લોકોને કિડની અંગેની જાણકારી મઇે તે માટે ‘અબતક’ દ્વારા કિડની નિષ્ણાંત અને કિડની એજયુ. ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા ચીફ મેન્ટર ડો. સંજય પંડયા સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
સમર્પણ હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી પ્રેકટીસ કરતા નેફરોલોજીસ્ટ ડો. સંજય પંડયાએ જણાવ્યું હતું કે
લોકો માં કિડની વિશે જાગરુકતા લાવા કે જેના થઈ તેમની કિડની સ્વસ્થ રહે અને કિડની ને લાગતી બીમારી થી બચવા આ વખત નો 2021 નો વિશ્વ કિડની દિવસ નો થીમ લિવિંગ વેલ વિથ કિડની ડીસીઝ રાખવામાં આવ્યુ છે. જેનાથી લોકો ને તેના વિશે જ્ઞાન મળશે સાથેજ લોકો એની વિશે વધારે માહિતગાર તથા જાગૃત બનશે કિડની ના ઘણી પ્રકાર ના રોગો હોઈ છે એવું જરૂરી નથી કે બધાજ રોગો કેન્સર સુધી પહોંચે .કિડની ના રોગો થી બચવા માટે ખાસ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર વાળા 45-50 વર્ષ ના ઉમર વાડા લોકો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ . કિડની ના રોગો પહેલે કે બીજા તબક્કા માં હોઈ ત્યારે તેની જાણ થતી નથી એના એક પણ લક્ષણો દેખાતા નથી પણ જેમ જેમ રોગ ગંભીર થતો જાય છે ત્યારે પેટ નો દુખાવો, ઉલટી,લોઇ નીકળવું આ બધા સામાન્ય લક્ષનો જોવા મળે છે . આજના યુગ માં લોકો ની જીવન શૈલી બદલાઈ રહી છે ,ફાસ્ટ ફૂડ ખાવું વધુ પસંદ હોય છે અને તેની સામે એક્સરસાઇઝ થતી નથી જેથી રોગ થાવાની શક્યતા વધી જાય છે . દરરોજ 8 થી10 ગ્લાસ પાણી પીવું જોઈએ જે કોઈ પણ બીમારી થી બચવા માટે ખુબજ આવશ્યક છે. રોજિંદા જીવન માં તેલ, ઘી, નમક તથા મસાલા નું સેવન ઓછું કરવું જોઈએ એની સામે લીલા શાકભાજી તથા ફળો ઉપર પૂરતું જોર રાખવું જોઈએ . અંગ્રેજી માં એક કહેવત છે,” પ્રેઇવેનશન ઇસ બેટર ધેન ક્યોંર” તેમ કિડની ના રોગો થયા પછી નહીં પણ પેહલા થીજ એનું ધ્યાન રાખવું જોઈએ . લોકો ને કિડની ની બીમારી ના લક્ષણો ખબર નથી પડતી પણ આપણે સાવધાન રહી દર મહિને ફુલ બોડી ચેક અપ કરાવુંજ જોઈએ જેથી કરીને રોગ ગંભીર તબક્કા સુધી પહોંચી ના શકે. સૌરાષ્ટ્ર માં પથરી ની બીમારી વધુ જોવા મળે છે.ત્યારે પથરી ના થાય તે માટે કાળજી રાખવી જોઈએ. રોજ પૂરતા પ્રમાણ માં પ્રવાહી લેવું જોઇએ. પાણી ની માત્રા ચકાસવા માટે પેશાપ નો રંગ જેટલો પીળો હશે એટલી શરીર માં પાણી ની ખામી હશે. જેટલું વધારે પાણી પિસો એટલુંજ અપડા શરીર માટે તથા કિડની માટે સારું રહેશે.જેમ ડાયાબિટીસ માટે બ્લડ સુગર હોઈ છે તેજ રીતના કિડની માટે ક્રેઅટીન નું પ્રમાણ પૂરતું હોવું જોઈએ
નિષ્ણાંતોએ તૈયાર કરેલી વેબસાઇટમાં 37 ભાષામાં કિડનીની સચોટ જાણકારી
ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડની રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્ર્વના 100 થી વધુ દેશોમાં 11 માર્ચ,2021 ગુરુવારે ‘વિશ્વ કિડની દિવસ’ ઉજવવામાં આવશે. આ વિશ્ર્વકિડની દિવસનું સ્લોગન કિડની રોગો સાથે સ્વસ્થ રહો છે. કિડની એજયુકેશન વેબસાઇટ તે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહીતી આપતી એક માત્ર વેબસાઇટ છે. 37 ભાષામાં ઉપલબ્ધ વેબસાઇટમાં માઘ્યમ દ્વારા નિ:શુલ્ક માહીતી આપતી હોવાના કારણે આ વેબસાઇટનો લાભ વિશ્ર્વભરના લોકો દુનિયાના કોઇપણ ખુણેથી મફત લઇ શકે છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત 37 ભાષામાં કિડની અંગે વિનામૂલ્યે સઁપૂર્ણ માહીતી આપતી વેબસાઇટ તે આ દિવસે વિશ્ર્વભરનાં લોકો માટે કિડની એજયુકેશન ફાઉન્ડેશન તરફથી અમૂલ્ય ભેટ છે. રાજકોટના વરિષ્ઠ કિડની નિષ્ણાંત ડો. સંજય પંડયા અને વિશ્ર્વના 100 થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા નિમિત ૂૂૂ.ઊંશમક્ષયુઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ વેબસાઇટમાં કિડનીના રોગ અટકાવવા અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહીતી 1ર ભારતીય અને રપ આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.
કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?
ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો, શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું, મીઠું (નમક) રોજ 5-6 ગ્રામથી ઓછું લેવું જોઇએ.
ડાયાબીટીના પ0 ટકા જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસના દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચુક કિડની ચેકઅપ (લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનની તપાસ) કરાવવું જોઇએ.
લોહીનું દબાણ 130/80 થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચુ દબાણ હાઇબ્લડ પ્રેસર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે.
તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર (10-1ર ગ્લાસ) થી વધુ પાણી પીવું, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરુરી કચરો અને ક્ષારને દૂર કરવા જરુરી છે. પથરીની તકલીફ થઇ હોય તેવી વ્યકિતએ રોજ 3 લીટરથી વધારે પ્રવાહી લેવું જોઇએ.
ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો ડોકટરની સલાહ વગર દવાખો (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી
તમને જાણીને નવાઇ લાગશે કે બન્ને કિડની 90 ટકા જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઇ ચિહ્મનો જોવા મળતા નથી. આ કારણસર કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને 40 વર્ષની ઉંમર બાદ દરેક વ્યકિતઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઇએ.
કિડનીના રોગના ચિહ્રનો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમિત દવા લેવી અને પરેજી રાખવી, પથરી પેશાબનો ચેપ, મોટી ઉમરે પુરૂષોમાં બી.પી.એચ. ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરવી જરુરી સારવાર લેવી.