વિક્રમસિંહ જાડેજા,ચોટીલા:
તંત્રના વાંકે ઘણીવાર સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ચોટીલા માતાજીના દર્શન માટે આવતા જતા મહિલા યાત્રિકોઓને પરેશાની વેઠવી પડી રહી છે. યાત્રાધામોનું મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવતા ચોટીલા નેશનલ હાઈ-વે પર ઘણા સમયથી એસ.ટી. વિભાગ દ્વારા અમદાવાદ તેમજ રાજકોટ તરફ જવા આવવા માટે બન્ને બાજુએ પિકઅપ સ્ટેન્ડની સુવિધા કરવામાં આવી છે અને પિકઅપ સ્ટેન્ડમાં તંત્ર દ્વારા શૌચક્રિયાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી.
પરંતુ આવરા તત્વો દ્વારા આ અહી આગળના ભાગે દબાણ કરીને ચાની હોટલો ખડકી દેવામાં આવતા યાત્રીઓ મુશ્કેલીમાં ફસાયા છે. હોટલોની પાછળના ભાગે લોકો અહી શૌચ માટે ન આવે તે માટે કચરાના ઢગલાઓ કરી દેવામાં આવ્યા છે અને કાંટાના તારની વાળ ખડકી દેવામાં આવી છે.
એસ.ટી.નિગમ દ્વારા બનવવામાં આવેલ પિકઅપ સ્ટેન્ડમાં શૌચક્રિયા જવા માટે કોઈ વ્યસ્થાન ન હોવાથી યાત્રિકો પરેશાન થવા પામ્યા અને ખાસ કરીને મહિલાઓમાં રોષ પણ જોવા મળ્યો છે. અંગે વધુ મુશ્કેલીઓ સહન કરવી પડતી હોવાથી મહિલાઓ દ્વારા શૌચક્રીયા જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગો પણ ઉઠવા પામી છે.