મોદી સરકારને કેન્દ્રમાં લગભગ 4 વર્ષ થઈ રહ્યા છે અને હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન મોદી સરકાર માટે વિપક્ષી અને સાથી દળો મુસીબતનું કારણ બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. શુક્રવારે સંસદમાં મોદી સરકારની વિરુદ્ધ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. આ દરમિયાન ચંદ્રબાબૂ નાયડૂની ટીડીપી એનડીએથી અલગ થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો ન મળવાથી નારાજ ટીડીપીએ શુક્રવાર સવારે આ મોટો નિર્ણય લીધો છે.
TDP leaders CM Ramesh, Thota Narsimhan, Ravindra Babu and others address the media in #Delhi after exiting NDA, say, ‘BJP means ‘Break Janta Promise,’ also add that they will be moving a no-confidence motion on Monday. pic.twitter.com/en2bPyJzNr
— ANI (@ANI) March 16, 2018
ઉલ્લેખનીય છે કે, આ મુદ્દાને લઈને અગાઉ ટીડીપી કોટના મંત્રીઓએ કેન્દ્ર સરકારને રાજીનામા સોંપી દીધા હતા. બીજી તરફ, બીજેપી કોટાના મંત્રીઓએ આંધ્ર પ્રદેશ સરકારમાંથી પોતાના રાજીનામા આપી દીધા હતાઅ. ચંદ્રબાબૂ નાયડૂએ ગુરુવાર સાંજે પોતાના સાંસદોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કહી હતી. થોડીક વારમાં ચંદ્રબાબૂ નાયડૂ બીજેપી અધ્યક્ષ અમિત શાહને ઈ-મેલ અને ફેક્સ દ્વારા આ વાતની ઓફિશિયલ જાણકારી આપશે.
I welcome the TDP’s decision to leave the NDA. The current situation warrants such action to save the country from disaster
— Mamata Banerjee (@MamataOfficial) March 16, 2018
ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબૂ નાયડૂએ આ મુદ્દાને લઈને પાર્ટીનો સૌથો મોટો નિર્ણય લેનારી કમિટી પોલિત બ્યૂરોની સાથે બેઠક કરી. નાયડૂએ એનડીએથી અલગ થવાનો નિર્ણય આ બેઠકમાં લીધો. ટીડીપીનો આરોપ છે કે બીજેપીએ આંધ્ર પ્રદેશની સાથે યોગ્ય વર્તન નથી કર્યું. આ બેઠકમાં પાર્ટીએ નિર્ણય કર્યો કે તેઓ લોકસભામાં મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે.
Letter of TDP MP Thota Narasimhan to Lok Sabha Secretary-General for moving motion on ‘No-Confidence in the Council of Ministers’ in the House. pic.twitter.com/Zwg5qge3Sw
— ANI (@ANI) March 16, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com