બજેટ સેશનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર નરેન્દ્ર મોદીબુધવારે ધન્યવાદ પ્રસ્તાવમાં પોતાની વાત રાખી શકે છે. 29 જાન્યુઆરીએ સંસદ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિની સ્પીચની સાથે થયો. મોદી સરકારે 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રૂજ કર્યું હતું. લોકસભા અને રાજ્યસભાના જોઈન્ટ સેશનમાં ધન્યવાદ પ્રસ્તાવ પર સોમવારે ચર્ચા શરૂ થઈ હતી. માનવામાં આવે છે કે તેને ગુરૂવારે સ્વીકારવામાં આવી શકે છે.
ભાજપે સાંસદો માટે વ્હિપ જાહેર કર્યું
– સંસદમાં વડાપ્રધાનની સ્પીચને લઈને ભાજપે બુધવાર અને ગુરૂવાર તેમ બે દિવસમાં ગૃહમાં પોતાના તમામ સાંસદો હાજર રહે તે માટે વ્હિપ જાહેર કર્યું છે.
– સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર ગુરૂવારે કેટલાંક મહત્વપૂર્ણ બિલ લોકસભામાં રજૂ કરી શકે છે.