કેન્દ્ર સરકારમાં ટીડીપો કોટાના મંત્રી અશોક ગજપતિ રાજૂના રાજીનામા બાદ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી (નાગરિક ઉડ્ડયન મંત્રાલય)નો પ્રભાર સુરેશ પ્રભુને આપવામાં આવ્યો છે. શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા. હાલ, સુરેશ પ્રભુની પાસે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીની જવાબદારી છે. તેઓ અગાઉ રેલમંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, ગયા વર્ષે રેલવે દુર્ઘટનાઓના કારણે તેઓએ રાજીનામું આપવું પડ્યું હતું.
આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને ટીડીપી પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ પોતાના બે મંત્રીઓને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપવાનું કહ્યું હતું.ત્યારબાદ ગુરુવારે એવિએશન મિનિસ્ટર ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરીએ રાજીનામા આપી દીધા હતા. જેને રાષ્ટ્રપતિએ મંજૂર કરી લીધા હતા.