દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ (ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ)ની માર્કેટ વેલ્યુએશન ૬,૫૨,૦૦૦ કરોડ રૂપિયાએ આંબી ગઈ છે. ૭%ના ઉછાળા સાથેની આ સિદ્ધિ હાંસલ કરનારી ટીસીએસ ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના ચોથા કવાર્ટરમાં કંપનીના સ્ટોકપમાં ૬.૫ ટકાની તેજી આવી જેનાથી કંપનીની માર્કેટ વેલ્યુએશન પણ વધી.
ટીસીએસનો સ્ટોક પણ ૫૨ અઠવાડીયાની નવી ઉંચાઈ ૩૩૯૯.૯૦ રૂપિયા પર પહોંચી ગયો. છેલ્લા અઠવાડીયામાં ટીસીએસે મોટો નફો કમાયો છે. કંપનીની માર્કેટ કેપ એટલે કે માર્કેટ વેલ્યુએશન ૪૧,૩૦૦.૯૨ કરોડથી વધીને ૬,૫૨,૦૮૨.૯૨ કરોડ રૂપિયાએ પહોંચી છે. આ ગ્રોથ સાથે ટીસીએસે ઈતિહાસ રચ્યો છે અને આ પ્રકારે માર્કેટ કેપ વધારનારી ભારતની પ્રથમ કંપની બની છે.
માર્કેટ કેપમાં ટીસીએસ પ્રથમ ક્રમે આવી છે જયારે બીજા નંબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે ત્યારબાદ એચડીએફસી બેંક, આઈટીસી, હિન્દુસ્તાન યુનીલિવર, મારૂતિ સુઝુકી અને ઈન્ફોસીસ આવે છે. ૨૦ એપ્રિલની કલોઝીંગ પ્રાઈઝે ટીસીએસની માર્કેટ કેપ ૬,૫૧,૦૦૦ કરોડે આંબી હતી. જે ઈન્ફોસીસ કરતા ૧૫૩ ટકા વધારે નોંધાઈ છે. ટીસીએસનો વાર્ષિક નફો ૮૫ ટકા વધુ નોંધાયો છે. જયારે આવક ૮.૨ ટકા વધી છે. ટીસીએસ કંપનીએ બોનસ શેર ૧:૧ જાહેર કર્યું છે અને ૨૯ રૂપિયા ડિવીડન્ડ આપવાનું પણ નકકી કર્ર્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com