કંપનીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 225,458 કરોડની આવક સાથે રૂ. 42,147 કરોડનો ચોખ્ખા નફો થયો

એક તરફ વૈશ્વિક કક્ષાએ અનેક મોટી કંપનીઓ સ્ટાફની છટણી કરી રહી છે. તેવામાં દેશની સૌથી મોટી આઇટી સેવા કંપની ટીસીએસએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2023 માટે તેના ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ સાથે ટીસીએસએ એલાન કર્યું છે કે તેને એક વર્ષમાં અધધધ 44000 કર્મચારીઓની ભરતી કરી છે.

સોફ્ટવેરની મુખ્ય કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એ બુધવારે જણાવ્યું હતું કે કંપનીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 225,458 કરોડની આવક અને રૂ. 42,147 કરોડના ચોખ્ખા નફો થયો છે. નાણાંકીય વર્ષ 23ના ચોથા ક્વાર્ટરમાં, ટીસીએસ એ રૂ. 59,162 કરોડની આવક અને રૂ. 11,392 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

મિલિન્દ લક્કડ, ચીફ એચઆર ઓફિસરે જણાવ્યું હતું કે, “અમે તમામ જોબ ઑફર્સનું સન્માન કરી રહ્યા છીએ, અને નાણાકીય વર્ષ 23 માં ચોખ્ખા ધોરણે 22,600 કર્મચારીઓને ઉમેર્યા છે. વર્ષ દરમિયાન, અમે 44,000થી વધુ ફ્રેશર્સ અને અનુભવીઓની ભરતી કરી છે.

ટીસીએસએ નાણાકીય વર્ષ23 ના ચોથા ક્વાર્ટરમાં હેડકાઉન્ટમાં 821 કર્મચારીઓનો ચોખ્ખો ઉમેરો નોંધાવ્યો હતો. જેની કુલ સંખ્યા નાણાકીય વર્ષ 23 ના ક્વાર્ટર 3માં 613,974 હતી. ક્વાર્ટર માટે સ્વૈચ્છિક એટ્રિશન ગયા ક્વાર્ટરની 21.3% ની સરખામણીમાં 20.1% હતું અને કંપનીએ જણાવ્યું હતું કે મેટ્રિકમાં વધુ સુધારાઓ આગળ જતાં જોવામાં આવશે.

વર્ષના અંતે, ટીસીએસમાં કર્મચારીઓની સંખ્યા 614,795 હતી જેમાં સોફ્ટવેર કર્મચારીઓનો એટ્રિશન રેટ 20.1 ટકા હતો.  નાણાકીય વર્ષ 23 દરમિયાન કંપનીના કર્મચારીઓનો ચોખ્ખો ઉમેરો 22,600 હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.