નાના કરતે પ્યાર તુમ હી સે કર બેઠે !!!
આગામી વર્ષ-2023માં ભારત ડિજિટલ કરન્સી લોન્ચ કરે તેવી આશા
ડિજિટલ કરન્સી ને લઇ સમગ્ર વિશ્વ જ્યારે એક યોગ્ય તખતો તૈયાર કરી રહ્યું છે ત્યારે એ વાતની આશા છે કે ભારત પણ આગામી વર્ષ 2023 માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો જોઈએ છે કે ડિજિટલ કરન્સી લોન્ચ થયા બાદ તેનું નિયંત્રણ તેની દેખરેખ કરવા માટેની વ્યવસ્થા શું ?. વાત ઉપર ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા સરકારને અને સેન્ટ્રલ બેન્ક ને સોલ્યુશન આપવામાં આવેલું છે જેમાં ટી સી એસ ડિજિટલ કરન્સીના તમામ નાણાકીય વ્યવહારો અને તેના ખાતાની સાર સંભાળ અને દેખરેખ રાખશે. ડિજિટલ કરન્સી મુખ્યત્વે બ્લોક ચેન મારફતે ઉપયોગમાં લેવાતું ચલણ છે ત્યારે સેન્ટ્રલ બેન્ક ને કોઈપણ અગવડતા હોવી ન થાય તેના માટે એક યોગ્ય સોલ્યુશન ટીસીએસ દ્વારા આપવામાં આવ્યું છે જેનાથી સેન્ટ્રલબેન્ક શુચારુ રૂપથી કાર્ય કરી શકે.
ટીસીએસના પ્રેસિડેન્ટ કે જેવો બેન્કિંગ નાણાકીય સેવાઓ વીમા સહિતની ચીજ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે, ડિજિટલ કરન્સીનો ઉપયોગ શુચારુ થાય તે જરૂરી છે પરંતુ તેની સામે ગંભીર પ્રશ્ન એ પણ છે કે જ્યાં સુધી ડિજિટલ કરન્સી સુરક્ષિત નહીં રહે ત્યાં સુધી તેનો ગેર ઉપયોગ થતો જોવા મળશે. ડિજિટલ કરન્સી મા લોકો રોકાણ કરવાનું મુખ્ય કારણ તેમનું એ હોય છે કે આ ચલણથી તેમને સારું એવું વળતર મળતું હોય છે પરંતુ સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ ડિજિટલ કરન્સી યોગ્ય માનવામાં આવતી નથી. બીજી તરફ હવે ભારત દેશ મહત્વપૂર્ણ રીતે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે સુરક્ષા ને કઈ રીતે મજબૂત બનાવી શકાય અને જ્યાં સુધી ડિજિટલ કરન્સી સુરક્ષિત નહીં રહે ત્યાં સુધી તેનો ઉપયોગ નહીં પરંતુ તેનો ગેર ઉપયોગ વધુ થતો જોવા મળશે.
ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા હાલ જે રીતે સેન્ટ્રલ બેન્ક ને ડિજિટલ કરન્સી ને લઈ સોલ્યુશન આપવામાં આવ્યું છે તેનાથી અનેરો ફાયદો પણ મળશે અને ડિજિટલ કરન્સી નો ઉપયોગ શુચારુ રૂપથી શક્ય બનશે. એટલું જ નહીં રિટેલ અને હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાપારીઓ માટે પણ ટીસીએસ દ્વારા એક યોગ્ય નિવારણ બહાર પાડવામાં આવ્યું છે અને ડિજિટલ કરન્સી નો ઉપયોગ વધુને વધુ લોકો દ્વારા કરવામાં આવે તે વાતનો ભરોસો પણ આપવામાં આવેલો છે.