- શ્ર્વસન તંત્રના સૌથી અગત્યના ફેફસાની તંદુરસ્તી માટે જાગૃતિ આવશ્યક: યુવા વર્ગમાં વધતા વ્યસનો અને પ્રદુષણ પણ રોગોને આમંત્રણ આપે છે
આજે વિશ્ર્વ ટી.બી. દિવસ છે. ત્યારે સૌએ મહત્વના શરીરના અંગ ફેફસા વિશે જાણવાની જરુર છે. છપ્પનની છાતી ભલે હોય પણ ફેફસા મજબુત ન હોય તો ઘણા રોગો થઇ શકે છે. પ્રવર્તમાન યુગમાં સ્વસ્થ જીવન શૈલી જ આપણને ટી.બી. જેવા ઘણા રોગોથી બચાવી શકે છે.
ઔદ્યોગિકકરણ અને વધતા વાહનોને કારણે પ્રદુષણનું સ્તર વઘ્યું છે. ત્યારે આપણે તેનાથી બચવાની જરુરી છે. હાલની ઠંડી – ગરમી જેવી બેવડી ઋતુમાં ઘણા ચેપ લાગી રહ્યા છે. સુકી ઉઘરસના વાયરા ચાલી રહેલ છે. ત્યારે આપણે તકેદારી રાખવી જરુરી છે.
ટી.બી.ના લક્ષણોને જાણીને તેમાંથી બચવું જરુરી છે. ટી.બી.માં અધુરી સારવાર છોડવાથી ભયંકર મુશ્કેલી ઉભી થઇ શકે છે. ગમે તે રોગો સામે લડવા આપણી જીવનશૈલી પોષ્ટિક આહાર સાથે મજબુત રોગ પ્રતિકારક શકિત જરુરી છે.
સૌરાષ્ટ્રમાં ટી.બી.ના વધતા પ્રમાણ માટે લોકોમા: વધતા વ્યસનો સાથે હાલની જીવનશૈલી જવાબદાર છે.
ટી.બી.ની અધુરી સારવારથી જોખમ વધી શકે: ડો. જય વડગામા
વિશ્ર્વ ટી.બી. દિવસ નિમિતે ‘અબતક’ સાથે વાતચીતમાં જાણીતા ચેસ્ટ ફિઝીશ્યન ડો. જય વડગામાએ જણાવેલ કે ટીબીની સારવાર અધુરી છોડવાથી ભયંકર જોખમ ઉભુ થઇ શકે છે. પોષ્ટિક આહાર સાથે સ્વસ્થ જીવન શૈલી જ રોગથી બચાવી શકે છે.
ધ્રુમપાન છોડો અને સ્વસ્થ જીવન શૈલી જ તમાર ફેફસાને સ્વસ્થ રાખે: ડો. અમીત હપાણી
શહેરના જાણીતા ફિઝિશ્યન ડો. અમિત હપાણીને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે આજની જીવનશૈલી ઘણા રોગોને આમંત્રણ આપે છે, તેથી સ્વસ્થ જીવન શૈલી, પ્રદુષણથી બચો અને ધુમ્રપાન છોડવાથી પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે.