આજે વિશ્વ ટીબી દિવસ
વિશ્વમાં દર વર્ષે અન્ય કોઈ ચેપી રોગ કરતા ટીબીને કારણે વધુ લોકો મૃત્યુ પામે છે, ૨૦૨૩ માં દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા : ભારતમાં એક લાખની વસ્તીમાં ટીબીના ૧૯૨ કેસ જોવા મળે છે : ટીબી રોકી શકાય તેવી અને સારવાર કરી શકાય તેવી બીમારી છે.
આ વર્ષની ઉજવણી થીમ “આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ : પ્રતિબધ્ધ થાઓ, રોકાણ કરો, અને પહોંચાડો” છે, જે વૈશ્વિક લક્ષ્યાંક ૨૦૩૦ માં ટીબી નાબૂદી માટે નિદાન, સારવાર અને સંભાળ માટે મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે ભાર મૂકે છે.
૧૮૮૨ માં આજના દિવસે રોબર્ટ કોએ નામના વૈજ્ઞાનિકે ટીબીના બેસીલાઈ માઈક્રોબેકટેરિયમ ટયુબરકયુલોસીસની શોધ કરી હોવાથી તેની યાદમાં આજે વિશ્ર્વ ટીબી દિવસ ઉજવાય છે : જોહાન શોનલેને એ ૧૮૩૪ માં ‘ક્ષય’ શબ્દ લોકપ્રિય બનાવ્યો છતાં આ રોગ તેના પહેલા ત્રીસ લાખ વર્ષથી અસ્તિત્વમાં હોવાનું મનાય છે.
ટીબીને વર્ષો પહેલા રાજરોગ પણ કહેવાતો હતો, ક્ષય નામથી જાણિતા રોગને ટયુબરકયુલોસીસ પણ કહેવાય છે, જેને ટુકાક્ષરીમાં ટીબી કહેવાય છે. આજે વિશ્ર્વ ટીબી દિવસની વૈશ્ર્વિક સ્તરે ઉજવણી થઈ રહી છે. ત્યારે આ રોગ ત્રીસ લાખ વર્ષ પહેલા અસ્તિત્વમા હોવાનું મનાય છે. ૧૮૩૪ માં જોહાન શોનલેને ‘ક્ષય’ રોગ શબ્દને લોકપ્રિય બનાવ્યો હતો. બાદ ૧૮૮૨ માં આજના દિવસે રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબીના બેસીલાઈ માઈક્રોબેકટેરિયમ ટયુબલરકયુલોસીસની શોધ કરી હતી. આજે તેમની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવાય છે.
વૈશ્વિક લક્ષ્યાંક “એન્ડ ટીબી ૨૦૩૦” ને હજી પાંચ વર્ષ બાકી છે, ત્યારે તેના નિવારણ, નિદાન, સારવાર અને સંભાળ માટે મહત્વપૂર્ણ કાર્ય કરવાની જરૂર છે. ટીબી એ હવાથી ફેલાતો ચેપી રોગ છે, જેનાથી વિશ્વમાં દરરોજ ચાર હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે. ફેફસાના ટીબી વાળા લોકોની ખાંસી, છીંક, થુકવાથી ટીબી ફેલાય છે, ચેપગ્રસ્ત થવા માટે વ્યક્તિઓને માત્ર થોડા જંતુઓ શ્વાસમાં લેવાની જરૂર પડે છે, ગત વર્ષે નવા બે લાખ દર્દીઓ ઉમેરાયા હતા. વિશ્વમાં દર વર્ષે અન્ય કોઈ ચેપી રોગ કરતા ટીબીથી વધુ લોકો મૃત્યુ પામે છે. ૨૦૨૩ માં દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આપણા દેશ ભારતમાં પણ એક લાખની વસ્તીમાં ટીબીના ૧૯૨ કેસ જોવા મળે છે.
ટીબી એક ચેપીરોગ હોવાથી તેની તકેદારી રાખવી જરૂરી છે. સામાન્ય માનવી કરતા એચઆઈવી વાયરસ સાથે જીવતાં લાકોમાં ચેપ લાગવાની શકયતા દસ ગણી વધી જાય છે. ૨૦૨૫ નું ચાલુ વર્ષ તેનાથી પીડીત લાખો લોકોની વેદનાનો અંત લાવવા અને અસરગ્રસ્તો માટે વ્યાપક અને સાર્વત્રિક સંભાળની હાકલ કરે છે.વિશ્ર્વના તમામ દેશોએ અસમાનતાનો સામનો કરી અને તેને અટકાવી શકાય તેવી ઉપચાર પધ્ધતિમાં દર્દીને સામેલ કરીને બિમારીનો અંત લાવવા કાર્ય કરેલ છે, પણ તેની નાબૂદી આપણા સૌની સામુહિક જવાબદારી છે. કોવિડ 19ના રોગચાળા સમયમાં ટીબી અંકુશમાં મળેલ, પણ પ્રગતિને જોખમાં મૂકી હતી WHO દ્વારા ટીબી નિયંત્રણ માટે અકસીર સારવાર, વિકલ્પો, ટુંકી સારવાર પધ્ધતિ, ઝડપી તપાસ અને સારવારમાં નવીની ઉપકરણો સાથે ડીજીટલ સાધનોનો ઉપયોગ કરવા જણાવાયું છે. રોગીની સારવારમાં અસમાનતા અને અવરોધોને દૂર કરવાની તાતી જરૂરીયાત છે.
ટીબીને ખતમ કરવાના વૈશ્ર્વિક પ્રયાસો દ્વારા ૨૦૦૦થી આ વર્ષના પ્રારંભ સુધી અંદાજે ૭૪ મિલિયન લોકોના જીવન બચાવાયા છે. ૨૦૨૩માં કુલ ૧૦.૬ મિલિયન લોકો ટીબીનો શિકાર થયા હતા. જયારે આજ વર્ષે ૧.૬ મિલિયન લોકો ટીબીથી મૃત્યુ પામ્યા હતા ક્ષયનું કારણ શોધાયું ત્યારના ગાળામાં ટીબી યુરોપ અને અમેરિકામાં ફેલાયો હતો. જેને કારણે દર સાત પૈકી એક વ્યકિતનું મૃત્યુ થયું હતુ. રોબર્ટ કોકની શોધને કારણે ટીબીના નિદાન-સારવારનો માર્ગ ખુલ્યો હતો.
ટીબી રોગ શરીરમાં કયા જોવા મળે છે. તેને આધારે તેના વિવિધ નામો છે.ટીબી શબ્દનો પ્રાચિનગાળામાં ‘ફથિસિસ’ પ્રાચિનરોમમાં ‘ટેબ્સ’ અને પ્રાચિન હિબ્રુમાં શેએફેથ તરીકે ઓળખવામાં આવતો હતો ૧૮૦૦ ના દાયકામાં તેને વિવિધ નામોથી ઉદબોધન કરાતું હતુ. ગરદન અને લસીકાગ્રંથીની ગાંઠોના ટીબીના વર્ણન માટે મધ્ય યુગમાં ‘સ્કોફુલા’ શબ્દ પ્રયોગ વપરાતો હતો જોઆ બિમારી સંપૂર્ણ પણે અલગ બીમારી છે. જે ફેફસાને અસર કરે છે.
દુનિયામાં વિવિધ પ્રકારની ખતરનાક બિમારીમાં ક્ષય રોગનો પણ સમાવેશ થાય છે. આ બિમારીમાં દર્દીનું ઝડપથી મૃત્યુ નથી થતું પણ, ફેફસામાં થયેલા સંક્રમણના લક્ષણને નજર અંદાજ કરાય તો દર્દી બચી શકતો નથી.બેકેટેરીયાથી થતુ આ સંક્રમણ દુનિયાનું સૌથી જીવલેણ સંક્રમણ મનાય છે. આજના યુગમાં ક્ષય કે ટીબીનો ઈલાજ છે, પણ જીવલેણ ચેપ હોવાથી લોક જાગૃતિની જરૂરીયત છે. લોકો નિદાન કરાવતા ન હોવાથી અંતે ચેપ વકરી જાય છે. આ દિવસે સમગ્ર વિશ્ર્વમાં ટીબીને કારણે થતી સામાજીક અને આર્થિક અસરો વિશે જાગૃતિ લાવવાની જરૂર છે.
છેલ્લા એક દાયકામાં પહેલી વખત કોરોનાને લીધે વર્ષ ૨૦૨૦માં ટીબીને કારણે મરનારની સંખ્યા વધી ગઈ હતી. જયાં ટીબી વધુ ફેલાયો હતો. ત્યાં પણ સંશોધનો કોવિડ તરફ ગયા હોવાથી દર્દીઓ પ્રભાવિત થયા હતા.વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ
રોગના અંકુશ માટે વિવિધ ગાઈડલાઈન જારી કરી છે. વૈશ્ર્વિક સ્તરે સ્ટોપ ટીબી પાર્ટનરશિપે આ વર્ષની થીમ માંજ ” આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ : પ્રતિબધ્ધ થાઓ ,રોકાણ કરો અને પહોંચાડો” છે. જે આવનારા ૨૦૩૦ સુધીમાં ટીબીનો અંત લાવવાની વૈશ્ર્વિક હાકલ કરે છે. ડબલ્યુ.એચ.ઓ.નો ૨૦૨૩નો રિપોર્ટ જણાવે છે કે સતત બીજા વર્ષે ટીબી થતા મૃત્યુ દરમાં વધારો થયો છે. જેને કારણે લક્ષ્યાંકો હાંસલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ટીબી સામાન્ય રીતે ફેફસાને અસર કરે છે, પણ તે કરોડરજજુ, કિડની અને મગજ સહિત અન્ય અંગો પર હુમલો કરી શકે છે.
ટયુબર કયુલોસિસ ચેપના બે સ્વરૂપો
ટીબીના બે પ્રકારોમાં એક સુસુપ્ત ટીબી અને સક્રિય ટીબી રોગ હોય છે. સુસુપ્ત ટીબી ધરાવતા લોકો સામાન્ય રીતે બીમાર પડતા નથી, કારણકે તેની રોગ પ્રતિકારક શકિત બેકટેરીયા સામે લડે છે.અને તેની વૃધ્ધિ અટકાવે છે, તેથી સુસુપ્ત ટીબી ચેપ નિષ્ક્રિય છે, અને તે એક માંથી બીજી વ્યકિતમાં સંક્રમણ ફેલાવતા નથી. બીજી તરફ બીજુ સ્વરૂપ સક્રિય ટીબી રોગ એક સક્રિય રોગ છે, કારણ કે શરીરની ઈમ્યુન સિસ્ટમ બેકટેરીયા સામે લડવામાં અસમર્થ છે પરિણામે બેકટેરીયાની વૃધ્ધિ થતા છેલ્લે ટીબી થાય છે. આરોગ વાળા અન્ય લોકોમાં ચેપ ફેલાવી શકે છે. ટીબીમાં સમયસર સારવાર ન કરાય તો જીવલેણ બને છે.
૧૮૩૪ માં પ્રથમવાર ‘ક્ષય’ શબ્દ પ્રયોગ કરાયો હતો
૨૦૦ વર્ષ પહેલા ‘ક્ષય’ નામ આપવમાં આવેલ હતુ, પણ ટીબી ક્ષય જેવા જ ચિન્હો ધરાવતો રોગ ત્રણ મિલિયન વર્ષોથી પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. ૧૯૩૪ માં પ્રથમવાર ‘ક્ષય’ શબ્દ પ્રયોગ કરાયો હતો.
અરુણ દવે