રાજકોટ જીલ્લામાં દર વર્ષે ટીબીના છ હજારથી વધુ કેસો નોંધાય છે:જેમાંથી ૩૦૦ થી વધુ દર્દીઓ મૃત્યુ પામે છે

ર૪મી માર્ચ વલ્ડ ટીબી ડે છે વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ પલ્મોનોલોજીસ્ટ ડો. મીલન ભંડેરી જણાવે છે કે ટીબી માઇકોબેકટેરીયમ ટયુબ કર્યુલોસિસ નામના જીવાણુથી થતો ચેપી રોગ છે અને પરાપૂર્વથી વિશ્ર્વમાં જોવા મળતો આ રોગ હજુ પણ તેનો પગદંડો જમાવીને બેઠો છે. વર્લ્ડ ટીબી ડે નીમીત દર વર્ષની એક થીમ હોય છે. આ વર્ષની થીમ છે ઇટસ ટાઇમ.

ડો. ભંડેરીએ આ સંદર્ભમાં જણાવેલ હતું કે ટીબીનો રોગ મોટે ભાગે ફેફસામાં થાય છે જેમાં લોકોને ઉધરસ, ગળફા આવવા, આર્જીણ તાવ, વજન ઉતરવું, ભૂખ મરી જવી જેવા લક્ષણો જોવા મળે છે. તે ઉપરાંત ટીબીના જીવાણુ ફેફસા સિવાય શરીરના કોઇપણ અંગમાં રોગ ઉત્પન્ન કરી શકે છે. વિશ્વની એક તૃતીયાંશ વસ્તીને ટીબીના જીવાણુ તેની પુરી જીંદગી દરમ્યાન ચેપ લગાડે છે. જયારે ભારતમાં તેની સંખ્યા બે તૃતીયાંશ છે પરંતુ તેમાંથી ફકત ૧૦ ટકા લોકોને જ ટીબીનો રોગ થાય છે.

જો ટીબીનું સમયસર નિદાન તથા સારવાર ન કરવામાં આવે તો ટીબીનો એક દર્દી ૧ વર્ષમાં અંદાજીત બીજા ૧પ લોકોમાં ચેપ લગાડે છે.ઉપરાંત જો સારવાર કરવામાં ન આવે તો દર બે માંથી એક દર્દીનું મૃત્યુ થાય છે.

ડો. મીલન ભંડેરીએ વધુમાં જણાવેલ હતું કે સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓગેનાઇઝેશનના સહયોગથી ભારતમાં ટીબીનું નિદાન અને સંપૂર્ણ સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ટીબીને નાથવા માટે તેનું ઝડપી નિદાન અને સમયસરની સારવાર બહુ અગત્યની હોય છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો દર્દીની તબીયત ઝડપથી સુધારી શકાય છે તથા તેના દ્વારા બીજાનેલગતા ચેપ પણ અટકાવી શકાય છે. દુનિયાભરમાં દર વર્ષે અંદાજીત ૯૦ લાખ નવા ટીબીના કેસ નોંધાય છે. જેમાંથી ૧પ લાખ લોકો મૃત્યુ પામે છે. મૃત્યુ પામતા લોકોમાં મોટે ભાગે વિકાસશીલ દેશોના ગરીબ લોકો હોયછે. ફકત આપણા રાજકોટ જીલ્લામાં જ દર વર્ષે ૬૦૦૦ થી વધુ કેસો નોંધાયા છે. અને ૩૦૦ થી વધુ દર્દીઓ મૃત્યુ પામે છે.

ટીબીના લક્ષણો:  આ પ્રમાણે છે લાંબા સમય સુધી ખાંસી આવવી. કફ આવવો, કફમાં લોહી આવવુ , શ્વાસ લેવામાં તકલીફ થવી, અર્જીણ તાવ આવવો, ભૂખ ઘટી જવી, વજન ઉતરવુનો સમાવેશ થાય છે તે ઉપરાંત ટીબી હાડકા મગજ પેટ આંતરડા અને ચામડીમાં પણ થઇ શકે છે.

ઇલાજ: એક જ ટીબીની ઓછામાં ઓછી ર૦ દવાઓ છે અલગ અલગ સ્તરે કઇ દવા આપવાની છે તે નકકી કરવામાં આવે છે ટીબી મટી શકે છે જો ખુબ જ સાવચેતી અને નિયમિતતા સાથુ પૂરા છ મહિનાનો ટીબીનો ટીબીનો ૪ દવાનો કોર્ષ પૂરો કરવામાં આવે. સરકાર દ્વારા આ માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને દરેક ક્ષય નિયંત્રણ કેન્દ્ર પરથી તેના સારવાર મફત આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.