મોન્ટુની બિટ્ટુ એક હોપફુલ લવ સ્ટોરી ના ટેલર લોન્ચીંગમાં અર્બન ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો ઉ૫સ્થિત રહ્યા
ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુ ની બિટ્ટુ’નું ટેલર લોન્ચ થયું આ ફિલ્મના સ્ટોરી રાઇટર રામમોરી છે ડિરેકટર વિજયગીરી બાવા, પ્રોડયુસર ટવીન્કલ વિજયગીરી બવા મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર મેહુલ સુરતીનો છે. આ ફિલ્મ ર૩ ઓગષ્ટે સિનેમાન ઘરમાં ધુમ મચાવશે.
‘મોન્ટુ ની બિટ્ટુ’એક ચુલબુલી અમદાવાદની લવ કમ ફ્રેન્ડશીપની વાર્તા છે છોકરી માટે લગ્નએ આપણી ગુજરાતી સોસાયટીમાં લાયસન્સ બની ગયું છે. પણ બિટ્ટુ એક એવી છોકરી છે જે પોતે જ લાયસન્સ ઇસ્યુ કરે એટલે બિટ્ટુના લગ્નની આજુબાજુ ફરતી આ વાર્તામાં બિટ્ટુએ લગભગ પ૦ જેટલા લગ્નોત્સુક કવાનિયાઓને ના પાડી દીધી છે.
આ ફિલ્મમાં બિટ્ટુનો ખાસ ભાઇબંધ એટલે મોન્ટીયો (મોન્ટુ) માસ્તર મારેય નહિ ને ભણાવેય નહીં જેવું કરે બિટ્ટુને પ્રેમ પણ કરે અને તેને કહી પણ ના શકે અને મોન્ટીયાનો લંગોરીયો યાર એટલે દડી શોભાના ગાંઠીયાની જેમ બધે તૈયાર મોન્ટીંયા આમ કરવાનું અને આમ નહી કરવાનું આ એક જ એનો જીવનમંત્ર બિટ્ટુને આમ લગ્નની કોઇ ઉતાવળ નથી ને મોટીયાને પણ કોઇ જલ્દી નથી. જો કે હવે બિટ્ટુના ઇમોશનને કોણ ટેક ઓવર કરે છે. બિટ્ટુના ઘરવાળાઓને કયો મુરતિયો સેટ થાય છે. દડીની કોઇ જડીબુટ્ટિી મોન્ટુનો બિટ્ટુ પ્રેમ મટાડી શકે છે કે નહીં? આ બધા સવાલોનો જવાબ છે ‘મોન્ટુ ની બિટ્ટુ’માં
આ ફિલ્મનું ટેલર લોન્ચ થયું જેમાં મોટી સંખ્યામાં અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉ૫સ્થિત રહ્યા આ સાથે ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ, પ્રોડયુસર ડિરેકટર, મ્યુઝીક ડીરેકટર ગાયક સૌ ઉ૫સ્થિત રહ્યા.
મહત્વનું છે કે મોન્ટુની બિટ્ટુ મૌલિક નાયક (મોન્ટુ) આરોહી પટેલ (બિટ્ટુ) હેમાંગ શાહ (દડી) મોહીની મેહલ (અભિનવ મુન્સી) હેપ્પી નાયક) સૌભાગ્ય લક્ષી (કૌસંભી ભટ્ટ) રોહીત (વિશાલ વૈશ્ય) પિન્કી પરીખ (જમના માસી) (બનસી રાજપુત) કિરણ જોશીસહીતની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી.