પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજના પૂર્ણ થઈ રહી છે ત્યારે વેરો ભરી રીબેટનો લાભ લેવા માટે આજે મહાપાલિકાની તમામ ઝોન કચેરી અને વોર્ડ ઓફિસ ખાતે કરદાતાઓનો સારો એવો ધસારો જોવા મળ્યો હતો.
આજે રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી તમામ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટરો ખાતે વેરો સ્વિકારવામાં આવશે. જયારે રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન વેરો ભરી શકાશે. જુન માસમાં વેરો ભરનાર કરદાતાને અનુક્રમે ૫ અને ૧૦ ટકા વળતર અપાશે.