રિબેટ યોજના આગામી ૩૧મી મેએ પૂર્ણ થશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં એડવાન્સ મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને તા.૧૬/૦૪/૨૦૧૯થી તા.૩૧/૦૫/૨૦૧૯ સુધી નિયત થયેલ અલગ-અલગ કેટેગરી મુજબ રીબેટ યોજના ચાલુ હોય, આ રીબેટ યોજનાનો લાભ લેવા શહેરનાં મિલકતધારકોને જાણ કરવામાં આવે છે.

આ રીબેટ યોજના અંતર્ગત તા.૧૬/૪/૨૦૧૯ થી તા.૧૫/૫/૨૦૧૯ સુધીમાં ૧૮,૪૫૦ લાભાર્થીઓએ રૂ.૬૬,૮૧,૩૫૭/-નો મિલકત વેરા રીબેટનો તથા ૯૮૦૩ લાભાર્થીઓને રૂ.૧૫,૦૪,૭૧૯/-નો વોટરચાર્જ રીબેટનો લાભ મેળવેલ છે. આમ, રીબેટ યોજના દરમ્યાન તા.૧૫/૦૫/૨૦૧૯ સુધીમાં કુલ ૨૮,૨૫૩ લાભાર્થીઓએ કુલ રૂ.૮૧,૮૬,૦૭૬/-નો રીબેટનો લાભ મેળવેલ છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન કુલ ‚ા.૮.૭૫ કરોડ મિલકત વેરા તથા રૂ.૨.૧૦ કરોડની વોટરચાર્જની વસુલાત થવા પામેલ છે.

રીબેટ યોજના અંતર્ગત મિલકતવેરા ક્ધઝર્વન્સી એન્ડ સુએજ ટેકસ, સોલિડવેસ્ટ કલેકશન ચાર્જ તથા વોટરચાર્જમાં સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા રીબેટ, સીનીયર સીટીઝન કરદાતાઓને ૧૫ ટકા રીબેટ, શારીરિક ખોડખાપણવાળા કરદાતાઓને ૧૫ ટકા રીબેટ, બી.પી.એલ. કાર્ડધારક વિધવા કરદાતાઓને ૧૫ ટકા રીબેટ, ક્ધયા છાત્રાલયો ૨૫ ટકા રીબેટ, માજી સૈનિકોને ૨૫ ટકા રીબેટ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને ૨૫ ટકા રીબેટ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને ૨૫ ટકા રીબેટનો લાભ તથા ઓનલાઈન ટેકસ ભરનારને ૨ ટકા ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ ‚ા.૨૫૦/-નો લાભ આપવામાં આવે છે.

મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકા, મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય (સ‚ સેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સીવીક સેન્ટરો, જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી.બેંક, નવાનગર કો-ઓપ.બેંક, યશ બેંક તથા આઈ.ડી.બી.આઈ. બેંકની શહેરની તમામ શાખાઓ, મોબાઈલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.