ફુડ રેગ્યુલેટરી કમિટીના ૧૧ વિશેષજ્ઞો દ્વારા ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને કાર્ડિયાક બિમારીઓ પર રોક લગાવવા કરાયો નિર્ણય
દેશની ફુડ રેગ્યુલેટર ઓથોરિટી દ્વારા ફુડ બનાવતી કંપનીઓ અને રેસ્ટોરેન્ટ માટે હવેથી પેકેટ ફુડમાં ચરબી, ખાંડ અને મીઠાનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય તો તેના પર હવેથી કર વસુલવાનો ખરડો પસાર કરાયો છે.
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોમવારે આ અંગે દરખાસ્ત મુકવામાં આવી હતી. જોકે આ અંગે હજુ કેટલો ટેકસ વસુલ કરવો નિર્ધારિત કરવામાં આવ્યું નથી. આ નિર્ણય હેઠળ મોટાભાગના પ્રોસેસફુડ તેમજ જંકફુડ બનાવનારને લાગુ પડશે.
ગ્રાહકો કે જે અન્ય ઉત્પાદનોની ખરીદી ખરવા માગતા હોય તેમા સિગારેટની જેમ જ આ પ્રોસેસ ફુડમાં વપરાતી સામગ્રીઓનો ઉલ્લેખ કરવો જ‚રી બની જશે. ‘પારલે’ના ડેપ્યુટી માર્કેટીંગ મેનેજર બીકે રાવે આ અંગે પ્રકાશ પાડયો હતો. જો આ રીતે ભાવો દર્શાવવાનું લાગુ કરાશે તો ગ્રાહકો સુધી પહોંચાડતા ચોકકસ બ્રાન્ડના ઉત્પાદકોને અસરકર્તા બનશે અમે કાયદેસર બન્યા બાદ તેનું પાલન કરીશુ તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ ઉત્પાદનોમાં તળેલા ભારતીય તેમજ વેસ્ટર્ન નાસ્તાઓ, મીઠાઈઓ, ચરબીજન્ય તેમજ ફરસા ઉત્પાદનો બર્ગર, નુડલ્સ, સોસ, કોફી, બેબી પ્રોડકટ, ગળપણનો ઉપયોગ કરતા પીણાઓ તેમજ જયુસ સહિતની વાનગીઓને આવરી લેવામાં આવી છે. ‘નુડલ્સ’નો સમાવેશ જંક ફુડમાં થતો નથી તેમાં ૧.૫ જેટલી જ ન્યુનતમ કેલેરીનો ૫૨ ગ્રામ ઉપયોગ કરવામાં આવે છે. બધા જ ફુડ ‘જંક’ હેઠળ ન આવી શકે તેવું કંપનીના ઉચ્ચ કાયદા વિશેષજ્ઞ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ અન્ય દેશોમાં પણ આ પ્રકારની ગાઈડલાઈનનો સમાવેશ થતો નથી તેમ ઉમેર્યું હતું. રેગ્યુલેટરી કમિટીનો આ ખરડો ૧૧ વિવિધ વિશેષજ્ઞોના મતાના આધારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કરાયેલ ૨૦૧૫ના ચુકાદા બાદ પસાર કરવામાં આવ્યો હતો. આ લાગુ થયા બાદ ડાયાબિટીસ, હાઈપરટેન્શન, કાર્ડિયાક બિમારીઓમાં ઘટાડો થશે. ખાસ કરીને બાળકોમાં બિમારીઓ થતી અટકાવી શકાશે.
પાંચ રીતે જંકફુડ અજાણતા જ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે
૧. જંકફુડ દ્વારા લીવરને નુકસાન:
જે બાળકો નિયમિત રીતે જંકફુડ ખાય છે તેઓ સોડા તેમજ એસન્સનો ઉપયોગ પીઝા તેમજ બિસ્કીટ દ્વારા તેમના લીવરને નુકસાન પહોંચાડે છે.
૨. સોડા દ્વારા કીડનીને નુકસાન :
બ્રિટનની યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વેક્ષણ મુજબ પીઝા અને સોડાને લાંબાગાળા સુધી આરોગવાથી બાળકોને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાની શકયતા વધી જાય છે.
૩. ચરબી દ્વારા બ્રેઈનને થતુ નુકસાન :
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના સર્વે મુજબ વધારે પડતા ચરબીજન્ય ખોરાક દ્વારા બ્રેઈનડેડ થવાની પણ શકયતા વધી જાય છે.
૪. ફાસ્ટફુડ દ્વારા બાળકોના હાડકા નબળા પડે છે:
લંડનની અન્ય એક યુનિવર્સિટીના સર્વેક્ષણ દ્વારા સાબિત થયું છે કે ફાસ્ટફુડની વધારે પડતી આદતો દ્વારા હાડકા નબળા પડે છે.
૫. જંકફુડ દ્વારા વજન વધારો :
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો સર્વે જણાવે છે કે નિયમિત રીતે આરોગવામાં આવતુ જંકફુડ બાળકોમાં વજન વધારતી બિમારીઓ જન્માવે છે.