ભારતીય બીન કમાઉને વ્યકિત દીઠ ૧૦૦ રીયાલ એટલે કે ૧૭૦૦ રૂ ટેકસ ૧ જુલાઈથી અમલી
કેટલાક સાઉદીમાં વસતા ભારતીય નોકરીયાતો તેમના બીન કમાઉ કુટુંબીજનોને દેશમાં પરત લાવવા માટે વિચારણા કરી રહ્યા છે. કારણકે ૧ જુલાઈથી સાઉદીમાં તેમના બીન કમાઉ હોવા માટે ટેકસ ભરવો પડશે. આ ટેકસ વ્યકિતગત રીતે દર મહિને ૧૦૦ રીયાલ હશે જે ‚રૂ.૧૭૦૦ જેટલો થાય છે. જેના કારણે ભારતીય નોકરિયાતોને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાઉદી અરેબિયામાં ૪૧ લાખ જેટલી વિશાળ સંખ્યામાં વસતા લોકો પોતે પરત ફરે તેવુ ઈચ્છે છે.
કેટલાક પરિવારો દ્વારા પરત ફરીને હૈદરાબાદ આવી વસવા માગે છે. તેઓ માને છે કે લાંબાગાળા માટે સાઉદીમાં વસવાટ કરવો તેમને પરવડે તેમ નથી. એવું દમામમાં વસતા કોમ્પ્યુટર એકસપર્ટ મોહમ્મદ તાહેર જણાવે છે. આ અંગે વિદેશમાં નોકરી કરનારના હક માટે કાર્ય કરતા ભીમ રેડ્ડી મંધા જણાવે છે કે કેટલાક લોકો દ્વારા તેમના પરિવારજનોને પરત લાવવા માટેની તૈયારી છેલ્લા ચાર મહિનાઓથી આરંભી દેવામાં આવી છે. ત્યાંના પુરુષોને એકલા રહેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે એવું તેમણે જણાવ્યું હતું. સાઉદી અરેબિયામાં રહીને ૫૦૦૦ રિયાલ (આશરે ‚રૂ.૮૬૦૦૦) દર મહિને ચુકવવા પડે છે. જેથી ભારતીય નોકરિયાતો તેમજ પત્ની અને બે બાળકો સહિત રહેતા હોય તો તેમણે દર મહિને ‚રૂ.૫,૧૦૦ ચુકવવા પડે છે.
હજુ પણ આ ટેકસમાં વધારો થવાની શકયતા છે. જે વધીને બિન કમાઉને ૨૦૨૦ સુધીમાં વ્યકિતદીઠ ૧૦૦ રિયાલ ચુકવવાનો વારો આવી શકે તેમ છે. તેનો અર્થ એ છે કે ૨૦૨૦માં પરિવાર દીઠ ૪૦૦ રિયાલ ચુકવવાને પાત્ર જે ભારતીય ‚રૂ.૬૯૦૦ જેટલા વ્યકિતગત રીતે દર મહિને બિનકમાઉ ને લાગુ પડશે. મહત્વની વાત તો એ છે કે આ ટેકસ એક વર્ષ પહેલા એડવાન્સ ઉઘરાવવામાં આવશે માટે કમાનાર વ્યકિતને તેના સિવાયના ત્રણ બિનકમાઉ પરિવારજનો માટે ૧૨૦૦ રીયાલ અગાઉથી ચુકવવા પડશે.