મોસાળે જમણ અને માઁ પિરસનાર જેવો ઘાટ

૪૦૦ મીલીયન ડોલરની દાણચોરી કરતા ૧૧ આર્થિક વિક્ષેપોની ધરપકડ કરતું ઈરાન

સરકારના નાણા મંત્રાલયે નેશનલ ઈરાનીયન ઓઈલ કંપનીના આયાત પરનો ટેકસ ઘટાડા પરની છુટ ૨૮ ડિસેમ્બરના રોજ મુકવામાં આવી હતી પરંતુ તે છુટ ૫મી નવેમ્બરના રોજ પુરી થતાં ભારતીય રિફાઈનરોને એનઆઈઓસીને ૧.૫ અબજ ડોલરની ચૂકવણી કરવાની છુટ મળશે. નવેમ્બરના શરૂઆતમાં તહેરાન પર કડક યુએસ દ્વારા પ્રતિબંધો હેઠળ મુકવામાં આવ્યા ત્યારથી આ ઘટનાનું નિર્માણ થયું હતું. બન્ને દેશોએ બીજી નવેમ્બરના રોજ સરકારની માલીકીની યુકો બેંક હેઠળ તેલના સોદાને સ્થાનાતરીક કરવા દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે રૂપિયામાં સોદો થવાનું સ્પષ્ટપણે નકકી કરાયું હતું. પરંતુ તે આંતરરાષ્ટ્રીય બજારોમાં મુકતપણે વેપાર કરતું ન હોવાથી ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.

જો કે, ભારતીય ખાતામાં જમા કરાયેલી વિદેશી કંપનીની આવક ૪૦ ટકા વધતા ૪૨.૫ ટકા કર વસુલવામાં આવતો હતો. જેથી ઈરાન દ્વારા આ કરાર કામ કરવામાં આવ્યો ન હતો અને કરારને બીન કાર્યક્ષમ બનાવી દઈ કરમુક્તિની રજૂઆત કરવામાં આવી હતી. અન્ય સરકારી દસ્તાવેજો અનુસાર ઈરાન-ભારતના આયાત સહિત અન્ય દેશોના ખર્ચ સાથો સાથ ભારતીય પ્રોજેકટમાં સીધુ મુડી રોકાણ અને ભારતમાં ઈરાની વિદ્યાર્થીઓના ફાયનાન્સ સહિતના ખર્ચ માટે રૂપિયાના ભંડોળનો ઉપયોગ કરી શકાશે. સાથો સાથ તેઓ ભારતીય સરકારની સિક્યુરીટીના ભંડોળમાં પણ રોકાણ કરી શકશે.

ભારત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈરાન અગાઉ નકકી કરેલા કરારમાં ભારતમાંથી આયાત માટે ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ સમયે બન્ને રાષ્ટ્રને ફાયદો થાય તે માટે ભંડોળના ઉપયોગ માટેના વિસ્તાર કરવામાં આવ્યો છે. આ પગલુ ભારતને તેના વેપાર સંતુલનને સ્થિર કરવા અને ઠીક કરવા મદદ કરશે જે હાલમાં ઈરાન તરફેણમાં છે. કરમુક્તિ ઓર્ડર કે જે ફકત ક્રુડ તેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો અર્થ કે અન્ય કોમોડીટી ખાતર, પ્રવાહી, મેટ્રોલીયમ, ગેસ અને મીણ જેવા આયાત પર લાગુ થતું નથી. ચીન પછી ઈરાનના તેલના ટોપ કલાયન્સ તરીકે ભારતનું નામ આવી રહ્યું છે. ઈરાની તેલ માટે રૂપિયામાં ચૂકવણી કરવાનું ચાલુ રાખ્યું છે. કારણ કે, વૈશ્વિક કરન્સીમાં કામ કરતી મોટી બેન્કિંગ ચેનલો યુએસ દ્વારા મુકવામાં આવતા પ્રતિબંધો દ્વારા બંધ કરવામાં આવ્યું છે.

ઓઈલ મંત્રાલયના સંયુકત સચિવ સંજય સુધીરે જણાવ્યું હતું કે, આ સુચનાને પસાર કરવાથી ભારતીય રિફાઈનરોને ચૂકવણી કરવામાં અવરોધ પેદા થાય છે. દેશના ટોચના રિફાઈનર ઈરાનના ટોચના ગ્રાહક ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓની કંપની જાન્યુઆરીથી ઈરાનને ચૂકવણી કરવાનું શરૂ કરશે. ત્યારે નાણા મંત્રાલયે ટીપ્પણી માટે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી અને આ મુદ્દાને લઈ ઈન્ડિયન ઓઈલ કંપની અને યુકો બેંકે પણ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી.

ઈરાનના ગુપ્તચર વિભાગે જણાવ્યું હતું કે, ૧૧ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓએ ૪૦૦ મિલીયન ડોલરની દાણચોરી કરી હતી. યુએસ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે ઈરાનની રીયલે કરન્સીએ ડોલર સામે લગભગ અડધાથી વધુ મુલ્ય ગુમાવ્યું છે. આ સંવેદનશીલ આર્થિક સમયમાં આ નેટવર્કને આવશ્યક ચીજોની આયાત કરવા માટે સબસીડાઈઝ વિદેશી વિનીમયના ૪૭ ટ્રીલીયન રીયલે પ્રાપ્ત થયા છે. પરંતુ તેના બદલે તેને કેટલાક દેશોમાં રોકાણ પણ કર્યું હતું તેમ ગુપ્તચર મંત્રાલયે જણાવ્યું છે.

પશ્ચિમી કુરદીસ્તાન પ્રાંતમાં સ્થિત જુથે રાજયના બેંકો પાસેથી સબસીડીવાળા ડોલર મેળવવા માટે બનાવટી કંપનીઓ તથા નકલી દસ્તાવેજો અને લાંચ લેવાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ઈરાનના બહુવિધ વીનીમય દરોના કારણે મહત્વપૂર્ણ ચીજોના આયાત કારોને ડોલર દીઠ ૪૨૦૦૦ રીયલના સબસીડાઈઝ દરની ઓફર કરવામાં આવી હતી. કરન્સી ટ્રેકીંગ સાઈટના જણાવ્યાનુસાર મોટાભાગના ઈરાનવાસીઓએ ઓપન માર્કેટ પર ડોલર ખરીદવા જોઈએ જયાં સોમવારે ૧,૧૦,૦૦૦ રીયાલનો દર જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં એક તબકકે રીયલનો આંકડો ઘટી ૧,૯૦,૦૦૦ થઈ ગયો હતો પરંતુ મધ્યસ્થ બેંક ચલણને સ્થિર કરવા માટે બજારમાં રોકડ પમ્પ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.