અમદાવાદથી વતન જૂનાગઢ જવા નિકળેલા વૃધ્ધની તેની કારમાંથી લાશ મળી: લીફટ માંગી લુંટના ઈરાદે સિરિયલ કિલરે ઢીમ ઢાળી દિધાની આશંકા.
અમદાવાદમાં રહેતા ૮૨ વર્ષીંય એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના નિવૃત નાયબ ડાયરેકટરની તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરાયેલી લાશ સાયલા હાળવે પર સર્કલ પાસે તમેની જ કારમાંથી મળી આવવાની ઘટના બની છે. સાયલા હાઈવે પર પેટ્રોલ પંપ સામેના રોડ પર બંધ પડેલી શંકાસ્પદ કાર જોતા કોઈ સ્થાનીકે પોલીસને જાણ કરી હતી. પોલીસે લોક કરેલી કારને ખોલી જોતા ડ્રાઈવરની બાજુની સીટમાં કોઈ લુંગી ઓઢીને સુતુ હોય તેવું પ્રાથમીક દ્ષ્ટિએ દેખાયું હતુ પરંતુ ચહેરા પરથી ઓઢેલી લુંગી હટાવતા ગળાના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગળું કયાયેલી હાલતમાં લોહી નીકળતી વૃધ્ધની લાશ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
ઘટના અંગે તુરંત ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા જિલ્લા પોલીસ વડા ડી.વાય.એસ.પી. કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં કરતા જી.જે.૦૧ આરસી ૪૭૪૪ નંબરની કાર રવિવારના બપોરની બંધ હાલતમાં પડી હોવાની વિગતો જાણવા મલી હતી પરંતુ ચોવીસ કલાક વિતવા છતાં કારમાંથી કોઈ બહાર નહીં આવતા શંકાને આધારે પોલીસને જાણ કરતા વૃધ્ધની કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. કારની તપાસ કરતાં તેમાંથી વિઝીટીંગ કાર્ડ, મોબાઈલ, પર્સમાં રાખેલ ફોટોના આધારે તપાસ કરતા કાર મૃતક ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટ(નિવૃત નાયબ ડાયરેકટર એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટ-ગુજરાત)ની હોવા મુલ્યુ છે. ઘટના અંગે ડીવાય.એસપી ડી.વી. વસીયાના જણાવ્યા મુજબ મૃતક તેમના વતન જુનાગઢ જવા કાર લઈ સેલ્ફ ડ્રાઈવીંગ કરી રવિવારે તેઓ સવારે દશ વાગ્યે અમદાવાદથી વતન જુનાગઢ જવા નિકળ્યા હતા અને તેમની હત્યા થઈ હતી. હાલ પોલીસ તમામ શક્યતાઓને ધ્યાને રાખી તપાસ ચલાવી રહી છે.