આવક વેરા વિભાગના લક્ષ્યાંક પૂરા કરવા વિભાગ દ્વારા કરવામાં આવે છે બિન જરુરી દબાણ: સીસીડીનાં સંસ્થાપકની આત્મહત્યાથી દેશમાં પડયા ઉગ્ર પ્રત્યાઘાતો
દેશમાં આયકર વિભાગની પરેશાન અને હેરાનગતિ અને ઉઘોગપતિઓ પર દબાણની સમસ્યાની ફરીયાદો દેશવ્યાપી બની હોવાનો આક્ષેપ ગ્લોબલ એજયુકેશનના ચેરમેન અને ઇન્ફોસિસના પૂર્વ બોર્ડ મેમ્બર મોહનદાસ પાલએ વ્યકત કરી જણાવ્યું હતું કે કર વિભાગના બીનજરુરી દબાણને કારણે જ કાફે કોફી ડેના સ્થાપક વી.જી. સિઘ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હતી. વી.જી. સિઘ્ધાર્થની આ આત્મહત્યાના આ સમગ્ર દેશમાં ભારે ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે. ટી.વી. મોહનદાસ પાલે જણાવ્યું હતું કે આ ઘટના દેશવાસીઓ સમક્ષ જાહેર થયા બાદ મને વોટએપ મેસેજોનો ધોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેવી રીતે નવા વર્ષે કોઇ પ્રસંગની શુભકામનાઓ મળે છે તેમ મે આ આત્મહત્યામાં કર વિભાગની બળજબરીની કરેલી વાત અંગે મને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
મોહનદાસ પાલે ટેક્ષટેરિસિઝમ કર આતંકવાદ સામે અવાજ ઉઠાવી જણાવ્યું હતું કે સિઘ્ધાર્થની આત્મહત્યા પાછળ કર વિભાગના સત્તાવાળાઓની બળજબરી અને કોફી ડે કંપનીના બોર્ડને પાઠવેલા ધમકી ભર્યા પત્રને કારણે હતાશ થઇને સિઘ્ધાર્થ આત્મહત્યા કરી લીધી હતી. પાલે જણાવ્યું હતું કે ઘણાં લોકોએ મને ફરીયાદ કરી છે કે આવકવેરા અધિકારીઓ પોતાના લક્ષ્યાંકો પુરા કરવા માટે બળજબરીનો આશરો લે છે. કરદાતાઓને ઇન્સટેયુવ મેળવવા માટે કોર્ટમાં અપીલ કરવાનું જણાવાયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીસ ઓર્થોરેટી અધિકારીઓને નાણાં એકઠા કરવા માટે અશકય ટારગેટ આપી દે છે જો ટારગેટ પુરા ન થાય તો બદલીની ધમકીઓ અપાતા અધિકારીઓ પણ નિ:સહાય બની જાય છે. મોહનદાસ પાલે ઉઘોગપતિ સિઘ્ધાર્થના આત્મહત્યાના બનાવમાં કર વિભાગની બળજબરી કારણભુત હોવાના અનેક પુરાવાઓ આપ્યા હતા. આબરુ દ્વારા વેપારી કે ઉઘોગપતિને કાયદેસરના બ્લેક મલીંગ કરવામાં આવે છે. અને તેમની સામે થયેલા કેસમાં કોર્ટ સમક્ષ ઉ૫સ્થિત થયેલાઓને પોતાના બચાવમાં બોલવાની કોઇ તક જ આપવામાં આવતી નથી. આવકવેરા વિભાગે સિઘ્ધાર્થે પોતાની સામે કાર્યવાહી કરવાની અનુમતિ આપી હતી. પાલે જણાવ્યું હતુ કે સિઘ્ધાર્થે આપેલ ક્ધફેકશન લેટર અનુમતિ પત્ર મળી જાય એટલે આવકવેરા વિભાગને તેના ઉપર બળજબરી કરવાનો પરવાનો મળી જાય?
ઇન્ફોસિસના પૂર્વ ચેરમેન મોહનદાસ પાલે ઉઘોગપતિ વી.જી. સિઘ્ધાર્થની આત્મહત્યાને ઉઘોગ જગત માટે લાલબત્તી સમાન ગણાવી હતી.
મોહનદાસ પાલે દેશમાં પ્રર્વતી રહેલા ટેક્ષટેરીઝમ અંગે કર વિભાગ સામે નિશાન તાકીને આવકવેરા વિભાગે ઉઘોગપતિ વી.જી.સિઘ્ધાર્થ ની સાલીનતાના ગેરલાભ ઉઠાવવાનો આક્ષેપ કર્યો હતો. ઉઘોગપતિ સિઘ્ધાર્થ આવકવેરા વિભાગ સમક્ષ કબુલાતનામું પણ લખી દીધું હતું. તેમ છતાં વી.જી. સિઘ્ધાર્થને સંકજામાં લઇને પ્રતિષ્ઠા શાખ અને તેની ગુડવીલ સામે જોખમ ઉભુ થઇ જાય તેવી પરિસ્થિતિ આવકવેરા વિભાગે ઉભુ કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.