‘કેગ’ દ્વારા સ્ટેટ એસેમ્બલીમાં રીપોર્ટને રજુ કરાયો: ૨૦૧૭-૧૮માં નિર્ધારિત કરેલા ૧ લાખ કરોડથી વધુનાં પ્રોજેકશનમાં માત્ર ૭૧ હજાર કરોડની કરાઈ ટેકસ વસુલાત
ગુજરાત રાજયમાં ૨૦૧૭-૧૮માં ટેકસની આવકમાં અનેકગણો વધારો નોંધાયો હતો પરંતુ ૧૪માં ફાયનાન્સ કમિશનનાં પ્રોજેકશન બાદ રાજયની ટેકસ આવકમાં અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે. બજેટમાં નિર્ધારીત કરેલા કર વસુલાતની રકમ કરતાં તેની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જે અંગે કેગ દ્વારા તેનો ઓડિટ રીપોર્ટ સ્ટેટ એસેમ્બલીમાં રજુ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજય દ્વારા ૨૦૧૭-૧૮માં પ્રોજેકટ કરવામાં આવેલા કરની વસુલાતની રકમ એક લાખ કરોડથી વધુની હતી તે માત્ર ૭૧,૫૪૯ કરોડ સુધી પહોંચી શકી હતી. જયારે બજેટ એસ્ટીમેન્ટ ૭૬,૫૫૩ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યું હતું જે ફરી રીવાઈઝડ કરી ૭૭,૯૬૭ કરોડ રાખવામાં આવ્યું હતું ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની જો વાત કરવામાં આવે તો રાજયની ટેકસની આવક ૭૧૦૬ કરોડથી વધી હતી પરંતુ બજેટમાં નિર્ધારિત કરેલા ટેકસ વસુલાત કરતાં તેની એકચયુઅલ ટેકસ રેવન્યુ ઘટી હતી. લેન્ડ રેવન્યુ થકી આવક ૧૭૬૧ કરોડ, સેલ્સ ટેકસ અને ટ્રેડ મારફતે ૧૫૦૫ કરોડ અને સ્ટેટ જીએસટી મારફતે ટેકસની આવક ૩૭૪૯ કરોડ રહેવા પામી હતી.
રાજય સરકાર દ્વારા ટેકસ આવકમાં વધારો કરવા માટે અનેકવિધ પ્રકારે ટેકસની યોજનાઓને લાગુ કરવામાં આવશે જેથી રાજયને ટેકસની આવકમાં વધારો થઈ શકે. ગત પાંચ વર્ષની વાત કરવામાં આવે તો જીએસડીપી એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટમાં અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે. ટેકસ જીએસડીપીમાં ૨૦૧૭-૧૮માં ૫.૪૧ ટકાનો દર રહ્યો હતો જે ૨૦૧૩-૧૪માં ૬.૯૮ ટકા રહેવા પામ્યો છે જેથી આગામી દિવસોમાં ટેકસ રેવન્યુ એટલે કે ટેકસની વસુલાત કરવા માટે અનેકવિધ પ્રકારનાં નવતર પ્રયોગો હાથ ધરવામાં આવશે.