તમામ ઝોન કચેરી, સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ઉપરાંત નિયત કરેલી બેંકો તા પોસ્ટ ઓફિસે વેરો સ્વીકારાશે
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાના બીજા તબકકાનો પ્રારંભ ઈ રહ્યો છે. એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ અને ૧૫ ટકા વળતર આપવામાં આવશે. કોર્પોરેશનની તમામ ઝોન કચેરી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ, નિયત કરેલી બેંકો અને પોસ્ટ ઓફિસ ખાતે વેરો સ્વીકારવામાં આવશે. વેરો ભરવા આવતા વ્યક્તિઓએ લાંબી કતારોમાં ઉભુ ન રહેવું પડે તે માટે ઓનલાઈન વેરા ભરનારને ખાસ વળતર આપવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં આવતીકાલી વેરા વળતર યોજના અને વ્યાજમાફી યોજનાનો પ્રારંભ ઈ રહ્યો છે જેમાં વર્ષ ૨૦૧૭-૧૮નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને કાલાી ૩૧મી મે સુધી ૧૦ ટકા અને મહિલા કરદાતાના નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા વળતર આપવામાં આવશે. જૂન મહિના દરમિયાન વળતરની આ ટકાવારી અનુક્રમે પાંચ અને ૧૦ ટકા ઈ જશે.
આ ઉપરાંત વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા કાલી વ્યાજમાફી યોજનાના બીજા તબકકાનો પ્રારંભ શે જેમાં ૩૦મી એિપ્રલ સુધી વેરો ભરનાર કરદાતાને વ્યાજમાફી યોજનાનો લાભ અપાશે. ૨૫ હજાર સુધીનું વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે. જયારે ૨૫ ી ૫૦ હજાર સુધીના વ્યાજમાં ૫૦ ટકા માફી, ૫૦ હજારી ૧ લાખ સુધીના વ્યાજમાં ૨૫ ટકાની માફી અને ત્યારપછીની ગમે તેટલું વ્યાજ હોય તેમાં ૧૫ ટકા વ્યાજ માફ કરવામાં આવશે.
વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજના અંતર્ગત મહાપાલિકાની સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોન કચેરી ખાતે ત્રણેય સિવિક સેન્ટર ખાતે, ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે, ૧૪ પોસ્ટ ઓફિસોમાં, એચડીએફસી બેંકની ૧૦ બ્રાન્ચમાં, યશ બેંકની ત્રણ શાખાઓમાં અને આઈસીઆઈસીઆઈની ૧૫ શાખાઓમાં વેરો વસુલવામાં અાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેકસ બ્રાન્ચને જેટલો ટાર્ગેટ આપવામાં આવે છે તે પૈકી ૫૦ ટકા વસુલાત તો વળતર યોજના અંતર્ગત જ ઈ જાય છે. ગત વર્ષે ટેકસ બ્રાન્ચને રેકોર્ડ બ્રેક ૨૬૩ કરોડની આવક વા પામી હતી.