નોટબંધી દરમિયાન રૂ.૨ લાખી વધુની રકમ ડિપોઝીટ કરનારે ફોર્મ માં ખુલાસો કરવો પડશે

જે લોકોએ નોટબંધી સમયે ‚પિયા ૨ લાખી વધુની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવી હોય તે લોકોએ ચાલુ નાણાકીય વર્ષના ઈન્કમટેકસ રિટર્નમાં નોટબંધી સમયની જમા રકમ બતાવવી પડશે. કાળા નાણાના દુષણને ડામવા સરકારે આ મામલે વધુ એક નિર્ણય લીધો છે.

રિટર્નના ઈ ફોર્મમાં બેંક ડિટેઈલ સહિતની વિગતો માંગવામાં આવે છે. જેમાં હવેી તા.૯ નવેમ્બરી તા.૧૦ ડિસેમ્બર યેલી કેશ ડિપોઝીટની વિગતો માંગવાનું પણ શ‚ કરાયું છે. જે લોકોએ નોટબંધીના સમયગાળા દરમિયાન ‚ા.૨ લાખી વધુની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હશે તે લોકોએ આ વિકલ્પમાં ખુલાસા કરવા પડશે.

આવકવેરા વિભાગ ટેકસ રિટર્નના માધ્યમી આધાર નંબર તેમજ નોટબંધી સમયે ખાતામાં ‚પિયા ૨ લાખી વધુની રકમ જમા કરવા અંગેની વિગત મેળવશે. આ એક પાનાનું ફોર્મ ભરવું ખુબજ સરળ રહેશે.

માત્ર ૧ પાનાના આઈટી રીટર્ન ફોર્મી ૨ કરોડ કરદાતાઓને લાભ

સરકારે ઈન્કમટેકસ મામલે કરદાતાઓને સરળતા રહે તે માટે એક પાનાનું આઈટી રીટર્ન ફોર્મ બનાવ્યું છે જેને સહજ નામ આપવામાં આવ્યું છે. જે નોકરીયાતોએ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૫૦ લાખ સુધીની આવક મેળવી છે તેમણે આ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં આધાર નંબરનો પણ ઉલ્લેખ કરવો પડશે. આ ‘સહજ’ ફોર્મના કારણે બે કરોડી વધુ કરદાતાઓને લાભ શે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.