ઓઈલ ઈન્કમ ઘટી જતાં યુએઈ, સાઉદી અરેબીયા, બહેરીન, કુવેત, ઓમાન અને કતાર ૨૦૧૮થી વેટ વસુલવાનું શરૂ કરશે
ગલ્ફ દેશો અત્યાર સુધી ટેકસ ફ્રિ ગણાતા હતા પરંતુ ઓઈલથી થતી આવકમાં મોટાપાયે ઘટાડો થતાં ઉર્જા ક્ષેત્રના ધનવાન ગલ્ફ દેશો આગામી વર્ષથી વેલ્યુ એડેડ ટેકસ (વેટ) વસુલવાની તૈયારી કરી રહ્યાં છે.
કેટલાક ગલ્ફ દેશોમાં વેટ માટેનું માળખુ ગોઠવાઈ ગયું છે. વેટના કારણે સામાન્ય નાગરિકો અને ગરીબોને મોંઘવારી નડશે તેવી દલીલો પણ થઈ છે. યુનાઈટેડ આરબ અમીરાતમાં આજથી તમાકુના ભાવ બે ગણા કરવામાં આવ્યા છે. જયારે સોફટ ડ્રિકસના ભાવમાં પણ ૫૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. યુનાઈટેડ આરબ અમીરાતમાં તા.૧ જાન્યુઆરીથી ગુડ્સ એન્ડ સર્વિસ ઉપર વેટ વસુલવામાં આવશે.
ગલ્ફ કોર્પોરેશન કાઉન્સીલના ૬ દેશોમાંથી એક યુએઈ છે જેણે વેટ વસુલવા માટે તૈયારી દાખવી છે. આગામી તા.૧ જાન્યુઆરીથી સાઉદી અરેબીયા પણ વેટ વસુલશે. આ ઉપરાંત બેહરીન, કુવેત, ઓમાન અને કતાર પણ આગામી વર્ષથી વેટ વસુલવાનું શ‚ કરશે. વર્ષ ૨૦૧૪ની સરખામણીએ ચાલુ વર્ષે ઓઈલની સપ્લાય ખૂબજ તળીયે પહોંચી જતાં ગલ્ફ દેશોને ખૂબ જ પરેશાની થઈ રહી છે.
ગલ્ફ દેશોની બેલેન્સસીટ બગડતા ઈન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ વધારવા માટે પણ દરખાસ્ત થઈ છે. આ દેશો ઉર્જા અને ઈંધણ ઉપર સબસીડી કટ કરવાની તૈયારીમાં છે. પરિણામે કેટલાક પદાર્થોના ભાવ વધશે તેવી દહેશત છે. અત્યાર સુધી ગલ્ફના દેશો ટેકસ માટે હેવન ગણવામાં આવતા હતા. પરંતુ હવે વેટ વસુલવાનો નિર્ણય લેવાતા અનેક નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ઘણા નાગરિકો સરકારના આ નિર્ણયથી નારાજ છે.