સેન્ટ્રલઝોનમાં ૩, વેસ્ટ ઝોનમાં ૪ અને ઈસ્ટ ઝોનમાં ૧૧ બાકીદારોની મિલકતો સીલ કરાઈસીલ
મહાપાલિકાની ટેકસ બ્રાંચદ્વારા હાથ ધરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત આજે શહેરના અલગ-અલગવિસ્તારોમાં ૧૮ બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. સૌથીવધુ ઈસ્ટ ઝોનમાં ૧૧ મિલકતો સીલ કરવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનની ટેકસ બ્રાંચ દ્વારા શહેરના વોર્ડ નં.૭માં જવાહર રોડ પર ઓપેરા હાઉસમાં રૂ.૧.૩૨ લાખનો બાકી વેરો વસુલવા અશોકભાઈ પટેલની દુકાન નં.૩૦૧ તથા ૧.૨૫ લાખનો બાકી વેરો વસુલવા માટે હરીઓમ ડેવલોપર્સની દુકાનનં.૪૦૫ સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંતઅન્ય એક મિલકત સીલ કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચદ્વારા વોર્ડ નં.૮માં સત્યસાંઈ રોડ પર નંદલાલ કોમ્પલેક્ષમાં રૂ.૬૨ હજારનો બાકી વેરો વસુલવા રમેશભાઈ નડિયાપરા નામના આસામીના નામે નોંધાયેલી બે મિલકતોસીલ કરવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૯માંયુનિવર્સિટી રોડ પર મંગલપાર્કમાં રૂ.૬૧,૯૭૬નો બાકી વેરો વસુલવા ઉમિયા ઓટો ગેરેજ અને રૂ.૫૬,૮૦૬નો વેરો વસુલવા અન્યએક બિનરહેણાંક હેતુની મિલકત સીલ કરવામાં આવી હતી.
ઈસ્ટ ઝોન કચેરીની ટેકસબ્રાંચ દ્વારા આજે વોર્ડ નં.૪,૫ અને ૬માં ન્યુ શકિત સોસાયટ, રણછોડનગર, પરશુરામ ઈન્ડસ્ટ્રીઝઅને કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં રીકવરી હાથ ધરવામાં આવી હતી. આજે કુલ ૧૧ મિલકત સીલ કરવામાં આવી હતી અને રૂ.૧૧.૯૪ લાખનો વસુલાત થવા પામી છે.